SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ નેત્રદામ ઉ૫ર ચડાઈ ૨૮૭ “પણ તું ભાઈ આ નિસરણીનું શું કરવા માગે છે?” “અરે મંદિર ઉપર પેલાં પૂતળાં દેખાય છે કે, ફ્રાંસના રાજાની ગૅલરીવાળાં, – ત્યાંથી મંદિરમાં અંદર ઉતરવાનું ઉલાળાવાળું એક બારણું છે. આપણે ત્યાં ચડી જઈએ, એટલે મંદિરમાં સીધા પહોંચ્યા જાણો ! અને અંદર જઈ દરવાજાનો આગળ ઉઘાડી નાખીએ, એટલે બધા સીધા અંદર દાખલ થઈ શકશે !” તરત સૌમાં નવી આશા અને નવો ઉત્સાહ વ્યાપી ગયાં. ટયુનિસના રાજાએ એ નિસરણી ઉપર ચડી મંદિરમાં પ્રથમ દાખલ થવાનો પોતાનો અધિકાર જાહેર કર્યો. ત્યારે જોન ફ્રૉલોએ કહ્યું, “નિસરણી હું લાવ્યો છું માટે હું જ પહેલો ચડવાનો; તમારે પહેલા ચડવું હોય તો તમારી નિસરણી લઈ આવો!” જોન ફ્રૉલોએ નિસરણી ભીંતે અમુક જગાએ ટેકવી, ઉપર ચડવા માંડ્યું. તેની પાછળ પાછળ કેટલાય માણસો એ નિસરણી ઉપર ચડવા લાગ્યા. આખી નિસરણી માણસેના જ બનેલા એક ઊંચા દંડા જેવી દેખાવા લાગી. જોન ફ્રૉલો ઉપર ચડી તરત ઠેકડો મારી ગૅલરીમાં કૂદી પડયો. સામે જ એક પૂતળા પાછળ ઊભેલા કસીને પોતાની તરફ તાકી રહેલો જોઈ, તે એકદમ ચીસ પાડી ઊઠયો. કસીમૉદો તેની ચીસ તરફ લક્ષ આપ્યા વિના સીધો પેલી નિસરણીના બે દંડાઓ તરફ કૂદ્યો; અને નિસરણી ઉપરથી બીજે કોઈ ગૅલરીમાં કૂદે, તે પહેલાં તો તેણે એ બે દડા હાથ વડે ઊંચકી એટલા જોરથી સામે ધકેલ્યા કે ઉપર ચડેલાં માણસ સાથે આખી નિસરણી હવામાં એક ક્ષણ વાર અધ્ધર તોળાઈ રહી અને પછી અમળાઈને નીચે તૂટી પડી. એ નિસરણીએ ચડેલા કેટલાના હાથ પગ ભાગ્યા કે, માથાં ફૂટી ગયાં, તે એ લોકો જ જાણે. નીચે ઉભેલું આખું ટોળું એ જોઈ જડસડ થઈ ગયું. આણી બાજુ જોન ફ્રૉલો હવે પોતાને પોતાના સાથીદારોથી છૂટો પડી ગયેલો જોઈ, એકદમ તો પેલા બારણામાંથી નીચે દોડી જઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy