________________
૨૮૩
ધર્માધ્યક્ષ
જ ઘડીએ એક કરુણ કારમી ચીસ તેમની વચ્ચેથી ઊઠી ! ઉપરથી ઊકળતા સીસાની બે દદૂડી દરવાજા પાસેના ટોળા ઉપર મેાત વરસાવતી પડવા લાગી હતી! એ પ્રવાહી અગ્નિના રેલા જેમના ઉપર પડતા, તેમની દાઝી બળીને જે વલે થઈ જતી, તે જોઈને એ ખવીસાના પણ છક્કા છૂટી ગયા.
સૌ એ પાટડાને મરેલાં કે મરતાં માણસા ઉપર જ છૂટા ફગાવી દઈ, ચીસા પાડતા દૂર ભાગ્યા.
સેનાપતિઓ એક છત નીચે ભેગા થઈ શું કરવું એને વિચાર કરવા લાગ્યા. આ બધું કોણ કરે છે, એ વિષે તેમાંના કેટલાકે એવા અભિપ્રાય જાહેર કર્યા કે, એ બધું મંદિરની રક્ષાથે નિમાયેલાં અમુક નામનાં દૈવી સત્ત્વાનું કામ છે; તેા બીજા કેટલાક બીજા મેલાં સત્ત્વોનું નામ દેવા લાગ્યા.
એટલામાં યુનિસના રાજવીએ મંદિરની ઊંચી છત ઉપર સળગતી હેાળીના પ્રકાશમાં કસીમૉદાને ઓળખી કાઢયો. તે બેલી ઊઠ્યો, અરે, એ તા પેલા કસીમાંદા !”
66
તરત જ બધા સાબદા થઈ ગયા. દરવાજો ન તૂટે તો પછી મંદિરમાં પેસવાના બીજો કોઈ રસ્તો છે કે નહિ, તેની વિચારણા શરૂ થઈ. તે ઘડીએ મંદિરના માહિતગાર તરીકે શૃિંગારને અને જૉર્ન ફ઼ૉલાને યાદ કરવામાં આવ્યા.
કોઈકે કહ્યું કે, ગ્રિગેાર તા રસ્તામાંથી જ ખસી ગયા છે. યુનિસના રાજવીએ જમીન ઉપર જોરથી પગ પછાડીને કહ્યું, “ એણે તે આપણને અહીં ધકેલ્યા, અને તે પોતે ભાગી ગયા?
જૉન ફ઼ૉલા પણ આસપાસ ન દેખાયાથી તે લડાઈમાં માર્યા ગયા, કે શું, એવા સૌને સવાલ થયા. પણ એટલામાં દૂરથી તે એક માટી નિસરણી ખેંચીને લાવતા દેખાયા. તેણે પાસે આવીને જણાવ્યું કે, “ધક્કા ઉપર માલ ઉતારનારાઓની આ નિસરણી હું ધક્કાના લેફટેનંટના ઘરની પછીતેથી લઈ આવ્યા. એની છે.કરી મારા પ્રેમમાં છે તેથી સ્તા!
Jain Education International
""
For Private & Personal Use Only
―
"3
www.jainelibrary.org