________________
ધર્માધ્યક્ષ
પણ સાથે સેનાપતિ કદી પેાતાનાં માણસાને એવી દ્વિધામાં ઊભાં ન રાખે; એટલે યુનિસના રાજવીએ હવે મંદિર ઉપર સીધા ગોળીબાર કરવાના હુકમ કર્યો.
૨૮૪
એ ધડાધડ અવાજ સાથે આસપાસ રહેતા લોકો જાગી ઊઠયા અને કેટલાંય મકાનાની બારીએ ઊઘડી.
સેનાપતિએ એ બારીઓ સામે ગાળીબાર કરવાને હુકમ આપતાં, તરત એ બધી પાછી બંધ થઈ ગઈ.
તેણે લુહારોને ફરીથી દરવાજો તોડવાનું કામ શરૂ કરવા ફરમાવ્યું. પણ તેઓએ કહ્યું, આપણાં સાંડસી-ચીપિયાથી એ જંગી દરવાજો તૂટી નહિ શકે. ત્યારે એણે સામું પૂછયું, “તો આવા દરવાજે તોડવા શું જોઈએ ?”
.
“મેટો જંગી પાટડો તથા તેને ઝૂલાવીને દરવાજા ઉપર ઝી કી શકાય તેવા માંચડ.
પેલાએ તરત પેલા પાટડા પાસે જઈ તેના ઉપર પગ મૂકો અને કહ્યું, “ આ રહ્યો પાટડો —– મંદિરવાળાઓએ જ આપણને માકલ્યો છે – તેમના આભાર માનું છું!”
આ મજાકની ભારે અસર થઈ. બસેા બસેા હાથેાએ એ પાટડો પીંછાની પેઠે ઊંચકી લીધે, અને જોરથી તેનું માથું દરવાજા ઉપર ઝીંકયું. દરવાજો તે ન તૂટયો પણ એ પાટડો જોરથી ઝીંકાતાં આખું મંદિર ધણધણી ઊઠયું. તે જ ઘડીએ ઉપરથી મેાટા મેાટા પથરાનેા વરસાદ એ લાકો ઉપર વરસવા લાગ્યો.
પણ હવે આ લોકોય ઝનૂનમાં આવી ગયા હતા. તેમણે એ પાટડા ફરીથી ઉપાડીને દરવાજા ઉપર જોરથી ઝીંકયો. પરંતુ ઉપરથી વરસતા પથરા કોઈ પૂંજો કાઢે ને ધૂળ ઉરાડે એમ ફાવે તેમ આવતા નહાતા. દરેક પથરા કોઈ ને કોઈની ખાપરી, ખભો કે પગ ભાગતા જ જતા હતા; અને એક જણ બૂમ પાડી રહે તે પહેલાં બીજાની બૂમ શરૂ થઈ જતી. તેમ છતાં ઝનૂને ચડેલી આ ભૂતાવળ લેાહી રેડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org