________________
૨૮ર
' ધર્માધ્યક્ષ પણ ગયા – પોતે મૂર્ખએને પોપ ચૂંટાયો ત્યારે તેને સરઘસ આકારે ફેરવવા નીકળનાર લોકો જ એ હતા.
ટ્યુનિસનો રાજા મુખ્ય દરવાજા નજીક પિતાની ટુકડીને આગળ દોરી લાવ્યો.
મધ્યયુગમાં આવા હુમલા અસામાન્ય ન હતા. તે જમાનામાં અત્યારે જેને આપણે પોલીસદળ કહીએ છીએ એવું કશું દળ અસ્તિત્વમાં ન હતું. મોટાં મોટાં શહેરોમાં એવી કોઈ કેન્દ્રસત્તા ન હતી, જે બીજાં બધાં બળે ઉપર હકૂમત ચલાવે. સામંતશાહી જમાનામાં બધું વિચિત્ર રીતે જ ગોઠવાતું. જેમકે પૅરીસ શહેર કરવેરા ઉઘરાવવાના, અને ન્યાય ચૂકવવાના કેટલાય હકદારોમાં વહેંચાઈ ગયું હતું. કેટલાક કસબામાં તો જુદી જુદી બાબતના બે ત્રણ જુદા જુદા હકદારો હતા.
ક્યાંક કંઈક હુમલો થાય, તે આસપાસના લોકો પ્રેક્ષક તરીકે જોયા કરે, પણ પોતાની ઉપર સીધો હુમલો ન આવે, ત્યાં સુધી જરાય હાલે નહિ. એટલે રાજાના મહેલો વગેરેને રક્ષણ માટે પોતપોતાના જુદા ગઢ હતા તથા રખેવાળ હતા. દેવળે અને મંદિરો તે પવિત્ર ધામ તરીકે આપોઆપ રક્ષાયેલાં મનાતાં. છતાં નોત્રદામ જેવાં મંદિરોને ગઢ-કિલ્લા જેવાં બાંધકામ હોતાં.
ટયુનિસના રાજાએ પોતાની યોજના મુજબ હુમલાની પ્રાથમિક વ્યવસ્થા જરા પણ અવાજ ન થાય તે રીતે પુરી કરી લીધી. પછી તે હાથમાં મશાલ હલાવતો નોત્રદામ મંદિર તરફ જોઈને મોટે અવાજે બોલ્યો –
“પૅરીસના બિશપ, અને પાર્લમેન્ટની અદાલતના કાઉન્સેલર નું સાંભળી લે - અમારી બહેનને જૂઠી રીતે મેલી વિદ્યાના મંતરમંતર કરનારી ઠરાવીને તેં દેહાંતદંડની સજા કરી છે. તે અત્યારે નેત્રદામ મંદિરમાં આશરો લઈને બેઠી છે. પરંતુ હવે પાર્લમેન્ટની અદાલત તેને ત્યાંથી કાઢી જવા માગે છે, – અને તે એ વાત મંજૂર રાખી છે, જેથી કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org