________________
કલેદ કોલોની ગુપ્ત કેટલી શબ્દો હું જાણું છું તે બોલી બોલીને આ હથોડો જ હું અજમાવું! જ સાચો મંત્ર બેલાશે, તો તરત એ ખીલાના માથામાંથી ભૂરો તણખો. ઊડશે; તો લાવો અજમાવીએ – ઈમેન - હૈતાન ! મેન-દેતાન! – ના, ના, એ મંત્ર નકામે છે. તે લિનિયાના ! નિયાની ! – આ મંત્ર વડે ફોબસ નામધારી તરત ઊંડી કબરમાં ઊતરી પડે! હેં? એ વિચાર પાછો ક્યાંથી આવ્યો? એ વાત જ મારા મગજમાં કેમ ઘૂમ્યા કરે છે?” - આમ કહી, ગુસ્સામાં અને હતાશામાં તેમણે પોતાના હાથમાં હથોડે દૂર ફગાવી દીધો. પછી એકદમ માં દબાવી આરામ-ખુરશીમાં લે થઈને તે પડયા.
જૉન ફૉલો ભાઈની આ વિચિત્ર દશા જોઈને ઘણો નવાઈ પામ્યો. ઍસમરાદા, અને ફેબસ, એ બે નામો શાથી વારેવારે ભાઈના મગજમાં ઘૂસી આવી તેમને પજવે છે, એ તેને સમજાયું નહિ. પોતાના ભાઈને તે હંમેશ શાંત- સ્વસ્થ જોતો અને જાણતો. માણસોને પજવતી વિવિધ કામનાઓ અને વાસનાઓ તેમના અંતરમાં ઊભી થતી હશે, તે પણ બીજી પ્રવૃત્તિઓ અને ધખણાઓની નીકો વાટે તે બધી બારોબાર વહી જાય છે, એમ તે માનતે. એ વાસના તેમના અંતરને જરાય કલુષિત તથા વિક્ષુબ્ધ કરી શકે નહિ. માનવ વાસનાઓને દબાવવામાં આવે અને તેમને તેમનું જોઈતું તૃપ્તિસ્થાન ન મળે, તો તે કેવું ઘમસાણ મચાવે છે અને જવાળામુખી પેઠે અંદર ને અંદર ઊકળી શિવટે ઉપરનું કોટલું ધડાકાભેર ઉરાડી દઈ, કેવો કારમો વિનાશ સરજે છે, ધની પિતાના ભાઈને કલ્પના સરખી પણ નહોતી, એવું તે જાણતો.
અચાનક ધર્માધ્યક્ષ પોતાની ખુરશીમાંથી ઊભા થયા. તેમણે પાસની જોડી લીધી અને તેનાં અણિયાં વડે ભીંત ઉપર એક ગ્રીક શબ્દ. Iો, ana tkh જેનો અર્થ થાય “નિયતિ !”
જેહાં પોતાના મનમાં ગણગણ્યો : “વાહ, મારા ભાઈ સી. | Tatum શબ્દ વાપરવાને બદલે આવો અટપટો ગ્રીક શબ્દ કેમ | કરે છે? બધા જ કંઈ ગ્રીક ભાષા ભણ્યા નથી હોતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org