________________
૨૩૪
ધર્માધ્યક્ષ
આ વાકય પાદરીએ જલ્લાદને આપેલી છેલી પરવાનગીરૂપ
હતું.
તરત આસપાસના બધા લોકો ઘૂંટણિયે પડયા.
જાક મહાશયે હવે નિશાની કરી, એટલે જલ્લાદના બે મદદનીશ પેલી કમનસીબ યુવતીના બે હાથ ફરીથી બાંધવા માટે નજીક આવ્યા.
પીઠ પાછળ તેના હાથ બાંધી તેને ફરીથી મોત-ગાડી ઉપર ચડાવે તે પહેલાં જાણે જીવનની છેલ્લી ક્ષણો તેને માણી લેવી હોય તેમ, પોતાની સૂકી લાલ લાલ આંખે તેણે આકાશ તરફ, સૂર્ય તરફ, રૂપેરી વાદળો તરફ, જમીન તરફ, લોકો તરફ અને આસપાસનાં મકાન તરફ ફેરવી,
પેલો પીળો પોશાક પહેરેલે જલ્લાદના મદદનીશ તેના હાથ બાંધતો જ હતો, તેટલામાં એ જિપ્સી-યુવતીએ એક કારમી ચીસ પાડી – આનંદની ચીસ ! પાસેના ઝરૂખામાં ઊભેલા કેપ્ટન ફેબસ ઉપર તેની નજર પડી હતી! શું તે સ્વર્ગમાંથી તેને દર્શન આપવા ઊતરી આવ્યો હતો? ના, ના, તેની બગલમાં તેની વિવાહિતા લર-દ-લી હતી, જેને તે ઓળખી ગઈ.
એટલે કે ન્યાયાધીશ પણ જૂઠું બોલ્યા હતા! અને ધર્માધ્યક્ષ પણ ! ફેબસ જીવતો જ હતો !
તરત જ તેણે મોટેથી બૂમ પાડી, “ફેબસ! મારા ફેબસ!” અને તેણે પોતાના હાથ તેના તરફ ઊંચા કરવા પ્રયત્ન કર્યો, પણ તે એની પીઠ પાછળ બંધાઈ ગયા હતા.
તેણે જોયું કે, કેપ્ટને તેનો અવાજ સાંભળી ગુસ્સામાં ભવાં ચડાવ્યાં, અને તેના હાથે હાથ વીંટાળીને ઊભેલી તેની વિવાહિતાએ ફેબસ તરફ તુચ્છકારમાં હોઠ લંબાવી, ગુસ્સાભરી નજર નાખી. - ફેબસ કંઈક શબ્દો બોલ્યો, જે ઍસમરાદાને સંભળાયા નહીં. અને પછી તે તે બંને જણા ઝરૂખામાંથી અંદર ચાલ્યાં ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org