________________
૨૪૮
ધર્માધ્યક્ષ
એના અવાજમાં પોતાની તુચ્છતાના સ્વીકારનો એ કરુણ રણકા હતું કે, ઍસમરાદા જવાબમાં એક શબ્દ પણ બોલી ન શકી. પેલાએ જ આગળ ચલાવ્યું –
“મારી વિદ્રુપતા આજે મને જેટલી કહે છે, તેટલી કદી કદી ન હતી. જયારે તમારી સુંદરતા સાથે હું મારી વિપતા સરખાવું છું, ત્યારે મને વિચાર આવે છે કે, હું તમને કેવો જંગલી રીંછ જેવો દેખાતો હોઈશ?-- તમે તો સૂર્યકિરણ, ઝાકળબિંદુ, પંખીગીત જેવાં છો. હું તે નહિ માણસ, કે નહિ જાનવર – એથી પણ કંઈક વધારે ખરાબ, ચકમકના પથ્થર કરતાં પણ વધુ ખાડામૈયાવાળે છું.”
એટલું બોલી તે ખડખડાટ હસી પડ્યો. પણ તેના એ હાસ્યમાં સામાનું હૃદય ભેદી નાખે એવી કરુણતા ભળેલી હતી. તેણે આગળ ઉમેર્યું –
હા, હું બહેરો છું; એટલે તમારે મને નિશાનીઓથી – સંકેતથી જ બધું કહેવું પડશે. મારા માલિક એ રીતે મારી સાથે વ્યવહાર કરે છે. હું પણ થોડા વખતમાં તમારા હોઠના હલનચલન તથા તમારી નજર ઉપરથી તમારી ઇચ્છા સમજતો થઈ જઈશ.”
પેલીએ હસી પડીને તેને મોટેથી પૂછયું : “તો મને કહો કે તમે શા માટે મને બચાવી?”
પેલો તે બોલતી હતી ત્યારે લક્ષપૂર્વક તેની સામું જોઈ રહ્યો. પછી બેલ્યો –
મેં તમને શા માટે બચાવ્યાં, એવું તમે મને પૂછો છો, ખરું? તમે ભુલી ગયાં હશે કે, એક બદમાશ તમને એક રાતે ઉપાડી જવા આવ્યો હતો. પણ તમે તે બીજે જ દિવસે એ દુષ્ટને પિલરી ઉપર પાણી પાઈને તેની આગ જેવી તરસ છિપાવી હતી. તમારા એ ઉપકારનો બદલો એ દુષ્ટ પોતાના પ્રાણ તમારે માટે અર્પણ કરીને પણ ચૂકવી શકે તેમ માનતો નથી. તમે તે એ બદમાશને ભૂલી ગયાં હશો, પણ એ તમને ભૂલી શક્યો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org