________________
ધર્મચક્ષ અબાધિત રહેએને હું વધુ પસંદ કરું. સિંહની પૂંછડી થવા કરતાં, માના નાયક થવું વધુ સારું!”
“ભારે વિચિત્ર વાત કહેવાય; છતાં સુંદર વદને સુંદર તો કહેવી જ જોઈએ.” આટલું કહી આઈ-ડીકન વિચારમાં પડી જઈ, ચૂપ રહ્યો. પછી અચાનક ઊંઘમાંથી જાગ્યો હોય તેમ ઝબકીને તે બેલ્યો, “પાયરી શિંગોર, તમે તમારી પેલી જિપ્સી-નર્તિકાનું શું કર્યું?”
ઍસમરાદા? તમે વાતચીતના વિષયમાં ભારે ફલંગે લગાવો છે, આચાર્યજી.”
“તે તમારી પત્ની હતીને?”
“હા હા, ઘડો ફોડીને કરેલી! અમારે એ વિધિ પ્રમાણે ચાર - વર્ષ ભેગાં રહેવાનું હતું. પણ તમે હજુ એનો વિચાર કર્યા કરો છો, ખરું? પહેલાં પણ તમે એને વિષે મને ઘણું ઘણું પૂછયું હતું.”
તો તમે પોતે હવે એને કશો જ વિચાર કરતા નથી?”
“બહુ ઓછો વિચાર કરું છું. મારે એના સિવાય ઘણી ઘણી બાબતેનો વિચાર કરવાનો હોય છે. પણ એની બકરી માની હતી!”
“પણ એ જિપ્સી છોકરીએ તમારી જિંદગી નહાતી બચાવી?”. “બચાવી જ હતી, તો!” “તો પછી તેનું શું થયું? તમે તેને કયાં રાખી છે?” “હું માનું છું કે તેઓએ તેને ફાંસીએ ચડાવી દીધી છે.” “તમે માનો છો એટલે ?”
“મને ખાતરી નથી; મેં જ્યારથી જાણ્યું કે, એને દેહાંતદંડની સજા થાય એવું છે, ત્યારથી મેં એની પંચાત કરવાની છોડી દીધી છે.”
“અને તમને એટલી જ બાબતની જાણ છે?”
“થોભ; મને કોઈક એમ કહેતું હતું ખરું કે, તેણે નોત્રદામ મંદિરનું શરણું લીધું છે અને તેની બકરી પણ નાસીને તેની સાથે મંદિરમાં ભરાઈ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org