SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મચક્ષ અબાધિત રહેએને હું વધુ પસંદ કરું. સિંહની પૂંછડી થવા કરતાં, માના નાયક થવું વધુ સારું!” “ભારે વિચિત્ર વાત કહેવાય; છતાં સુંદર વદને સુંદર તો કહેવી જ જોઈએ.” આટલું કહી આઈ-ડીકન વિચારમાં પડી જઈ, ચૂપ રહ્યો. પછી અચાનક ઊંઘમાંથી જાગ્યો હોય તેમ ઝબકીને તે બેલ્યો, “પાયરી શિંગોર, તમે તમારી પેલી જિપ્સી-નર્તિકાનું શું કર્યું?” ઍસમરાદા? તમે વાતચીતના વિષયમાં ભારે ફલંગે લગાવો છે, આચાર્યજી.” “તે તમારી પત્ની હતીને?” “હા હા, ઘડો ફોડીને કરેલી! અમારે એ વિધિ પ્રમાણે ચાર - વર્ષ ભેગાં રહેવાનું હતું. પણ તમે હજુ એનો વિચાર કર્યા કરો છો, ખરું? પહેલાં પણ તમે એને વિષે મને ઘણું ઘણું પૂછયું હતું.” તો તમે પોતે હવે એને કશો જ વિચાર કરતા નથી?” “બહુ ઓછો વિચાર કરું છું. મારે એના સિવાય ઘણી ઘણી બાબતેનો વિચાર કરવાનો હોય છે. પણ એની બકરી માની હતી!” “પણ એ જિપ્સી છોકરીએ તમારી જિંદગી નહાતી બચાવી?”. “બચાવી જ હતી, તો!” “તો પછી તેનું શું થયું? તમે તેને કયાં રાખી છે?” “હું માનું છું કે તેઓએ તેને ફાંસીએ ચડાવી દીધી છે.” “તમે માનો છો એટલે ?” “મને ખાતરી નથી; મેં જ્યારથી જાણ્યું કે, એને દેહાંતદંડની સજા થાય એવું છે, ત્યારથી મેં એની પંચાત કરવાની છોડી દીધી છે.” “અને તમને એટલી જ બાબતની જાણ છે?” “થોભ; મને કોઈક એમ કહેતું હતું ખરું કે, તેણે નોત્રદામ મંદિરનું શરણું લીધું છે અને તેની બકરી પણ નાસીને તેની સાથે મંદિરમાં ભરાઈ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy