________________
આવતી કાલે નક્કી!
२६८ “હજુ હું, લેખન-કાર્ય કરું છું–મહાકાવ્ય અને કરુણાંત નાટકોનું; જોકે, મારી નિશ્ચિત કમાણી તો તમે જાણો છો એમ, મારા દાંત ઉપર ખુરશીઓ ઊંચકવાના ખેલમાંથી જ થાય છે.”
એક ફિલસૂફને માટે સારી આજીવિકા ન કહેવાય; અને છતાં તમે ગરીબી તે વેઠતા જ હશે.”
ગરીબી? હા, મારી સ્થિતિ ગરીબ કહેવાય; પણ હું અસંતુષ્ટ કે દુ:ખી નથી.”
તે ઘડીએ રાજાના બાણાવળી-સૈનિકોની એક ભપકાબંધ ઘોડેસવારી ટુકડી એક અફસરની આગેવાની હેઠળ ત્યાં થઈને પસાર થઈ. આડીકન પેલા અફસર તરફ તાકીને જોઈ રહ્યો.
તમે એના તરફ કેમ આમ જોઈ રહ્યા છે?” વિંગેરે પૂછ્યું... “હું તેને ઓળખું છું.” “તેનું નામ?”
ફોબસ દ શેતપર.”
“ફોબસ! વિચિત્ર નામ છે! પરંતુ એક છોકરી એ નામ જ રટયા કરતી હતી, એવું મને યાદ છે.”
“જરા અહીં બાજુએ આવે, મારે તમને કંઈક વાત કરવી છે.”
આર્યડીકન પેલાને રૂદ-બર્નાદિન તરફ લઈ ગયો. એ જગા. નિર્જન હતી.
તમારે શું કહેવું છે, આચાર્યજી?”
પેલા જે ઘોડેસવારો ગયા, એમનો પોશાક તમારા અને મારા પોશાક કરતાં વધુ ભપકાબંધ છે, એમ તમે માનો છો?” શિંગોરે માથું ધુણાવ્યું.
તમને એ લોકોની લશ્કરી વર્દીની કદી અદેખાઈ નથી આવી?”
મને અદેખાઈ આવે, એ લોકોની વર્દીની? એ લોકોને તે. ભારે શિસ્ત હેઠળ અર્થાત્ ગુલામીમાં જ રહેવું પડે. ત્યારે મને તો ચીંથરાં પહેરવાનાં મળે તો પણ મારી સ્વતંત્રતા અને ફિલસૂફે મારી પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org