________________
ધર્માધ્યક્ષ “કેમ છો, પાયેરી મહાશય?”'ધર્માધ્યક્ષે અભિવાદન કર્યું.
“મારી તબિયત વિષે પૂછતા હો, તો મજાની છે. અલબત્ત, સરવાળે સારી છે, એમ કહેવું જોઈએ. કારણ કે, જીવતા માણસને ચિતા તે ઘણીય વળગે, પણ મને કોઈ ચિતાને ખામુખા વળગી રહેવાની ટેવ નથી.”
“તો તમને કશી જ ચિંતા પજવતી નથી, એમ?”. તમે જુઓ છો જ કે હું આ સ્થાપત્ય નિહાળી રહ્યો છું.”
અને એથી તમને જીવનમાં જોઈતાં બધાં સંતોષ અને વૃતિ મળી રહે છે?”
“હા, હા, સ્વર્ગ જેટલાં જ વળી. ” “તે તમે સુખી છે, ખરું?”
મારી ઈજજતના સોગંદ, ખરે જ હું સુખી છું! પહેલાં હું સ્ત્રીઓને ચાહતો; પછી જાનવરોને; હવે હું પથ્થરોને ચાહું છું. તેઓ પણ પેલાં બે જેટલું જ સુખ આપે છે;- પેલાં બે જેટલા દગાબાજ નથી હોતા, એટલું વધારામાં!”
“અને તમને બીજા કશાની કામના નથી?” “ના !” . “અને કશું ન મળ્યાનો કે ગુમાવ્યાનો શોક પણ નથી?”
શોક પણ નહિ અને કામના પણ નહિ. મેં મારા જીવનને એ પ્રકારે ગોઠવી લીધું છે.”
પણ માણસનું ગોઠવેલું સંજોગો ઉથલાવી નાખે, એમ નથી બનનું?”
“પિરોના* મતને અનુયાયી છે; એટલે બધી બાબતમાં મધ્યમસરનું સમતોલન જાળવવામાં માનું છું.” " “પણ તમે આજીવિકા શી રીતે ચલાવો છો?”.
• એલિસને પિરે (ઈ. સ. પૂ. ૩૬૦-૨૭૦); કઈ પણ બાબતનું નિશ્ચિત જ્ઞાન મેળવવું શકચ નથી, એવા વાદને પ્રવર્તક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org