________________
આવતી કાલે નક્કી! પાયેરી ગ્રિગોરને હવે તેની પરિસ્થિતિથી અકળામણ થવા લાગી હતી. પોતે જે લોકોની વચ્ચે આવી પડ્યો હો, એ લોકોનો અંત પિલરી અને ફાંસીને માંચઠે જ આવે છે, એનો તેને પ્રત્યક્ષ પરિચય. થઈ ગયો હતો. ઘડો ફોડીને પરણાવવામાં આવેલી અને મોતની સજા પામેલી પોતાની પરણેતર નેત્રદામમાં આશરો મેળવીને રહેલી છે, એ. તે જાણતો હતો. પરંતુ તેને કદી ત્યાં જઈ એને મળવાનું મન થતું ન. હતું. કારણ કે, ત્યાં છુપાયેલી એ કંઈ હંમેશ માટે બચી ગયેલી ન. કહેવાય; અને ધારો કે મરતાં સુધી તે ત્યાં છુપાઈ રહે, તો પણ તે એને માટે મરેલી જ ગણાય. પોતાની પત્ની કરતાં તે તેની બકરી તેને વધુ યાદ આવતી, પરંતુ તેને પણ દેહાંતદંડની સજા થયેલ હતી !
દિવસે તો તે પોતાની અલ-ચાલાકી વાપરીને વિવિધ ખેલો. કરી રોટી જોગ કમાણી કરી લાવત; અને રાતે પછી પોતાના કીમિયાના શેખને સ્થાને નવા આવેલા સ્થાપત્ય-
શિલ્પના શોખનું અનુશીલન કરતે. અલબત્ત, તે બે વિદ્યાઓ વચ્ચે આંતરિક સંબંધ હતો, એ આપણે તે વખતમાં સ્થાપત્યનો ઇતિહાસ આપણા પ્રકરણમાં ઈ જ આવ્યા છીએ. * * એક વખત તે ૧૪મા સૈકાના એક સુંદર મંદિરની બહારની કારીગરી લક્ષપૂર્વક નિહાળતે હતો, તેવામાં તેને લાગ્યું કે કેઈએ તેના ખભા ઉપર હાથ મૂક્યો છે. તેણે પાછા વળીને જોયું તે, આર્ચીકન ધર્માધ્યક્ષ સિમી પાસે ઊભા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org