________________
૨૧.
લાલ બારણાની ચાવી
૧
દરમ્યાન લોકવાયકા ઉપરથી આર્ચ-ડીકનને ખબર પડી ગઈ કે, કેવી ચમત્કારી રીતે જિપ્સી-કન્યાને બચાવી લેવામાં આવી હતી. આ સમાચા૨ે તેના અંતરમાં સુરંગ ચાંપવાનું કામ કર્યું. કારણ કે, ઍસમરાલ્દાને મરેલી જાણીને તેનું મન હવે શાંત થઈ જવા આવ્યું હતું. પરંતુ ઍસમરાલ્દા જીવતી છે એ' જાણી, તથા ફોબસ પણ જીવતા છે એ જાણી, તેના અંતરની શાંત સપાટી પાછી વિક્ષુબ્ધ થઈ ગઈ. હવે તે પેાતાના મઠના રડામાં જ ભરાઈ રહેવા લાગ્યા: મંદિરના પૂવિધિ વખતે કે, ધર્મ-મંડળની બેઠકો વખતે પણ તે હાજર રહેતા નહિ. પેાતાના કમરાનું બારણું કોઈ પણ મુલાકાતી માટે બિશપ માટે પણ ~ તે ઉઘાડતા નહિ. કેટલાંય અઠવાડિયાં સુધી તે આમ પુરાઈ હ્યો. સૌ કોઈએ માની લીધું કે તે બીમાર છે; અને વસ્તુતાએ પણ તે બીમાર જ બની ગયા હતા.
આમ પુરાઈ રહીને તે શું કરતા હતા? પેાતાની વિરાટ વાસના સામે તે છેવટની લડાઈ લડી રહ્યો હતા?કે પેલીને એક વાર છેવટની ખતમ કરી નાખવાની કોઈ નવી યાજના વિચારી પેાતાની અર્ધાગિતની કોઈ નવી કડી જોડી રહ્યો હતા?
તેના નાના ભાઈ એક વખત આવીને બારણું ઉઘાડવા ખૂબ આજીજી કરી ગયો. પણ કલોંદે એ બારણું ઉઘાડયું જ નહિ
દિવસના દિવસ તે પેાતાની બારીની પડખે ઊભા રહી, ત્યાંથી દેખાતી મંદિર ઉપરની એસમરાલ્દાની કોટડી સામે જોઈ રહેતા. કોઈ
૫૭
૧-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org