Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 285
________________ ૨ષર ધર્માધ્યક્ષ કસીમોએ તરત એ તરફ ઝૂકીને જોયું તો સામેથી એક જુવાની ઘોડેસવાર સુંદર વેશભૂષા સાથે આવી રહ્યો હતો. એક મકાનના ગર ખામાં હસતી ઊભેલી એક સુંદરીની સામે તેણે માથા ઉપરની કલ) નમાવી અભિવંદન કર્યા. પેલા કેપ્ટને તો સમરાદાની બૂમો ન સાંભળી, પણ કસીમૉ એ તે બધી સાંભળી. તેની આંખમાં તરત આંસુ ઊભરાઈ આવ્યાં અને તેની છાતી ઊંડા નિસાસાથી ઊંચીનીચી થવા લાગી. તે ધીમેથી બોલી ઊઠયો. “તો એવા દેખાવું જોઈએ, કેમ? બહારનું કેટલું સુંદર હોય તો જ સુંદરીઓ લક્ષમાં લે!” - દરમ્યાન ઍસમરાદા તે હતાશ થઈ, ઘૂંટણિયે પડી ભારે ક્ષુબ્ધ અવસ્થામાં બોલવા લાગી: “અરેરે! પેલા મકાન આગળ જ તે ઘોડા ઉપરથી ઊતર્યા અને એ ઘરમાં જ પેસી ગયા! ફેબસ! તમને મારો અવાજ ન સંભળાયો? મેં બૂમ પાડી. ત્યારે જ પેલી દુષ્ટ સ્ત્રી તમારી સાથે વાતો કરવા લાગી, એટલે પછી મારા શબ્દો શી રીતે તમે સાંભળો! એ ફેબસ! ફેબસ!” - કસીમૉદીએ ઍસમરાદા પાસે આવી પૂછ્યું, “હું તેમને બોલાવી લાવું?” પેલી એકદમ આનંદથી ઊછળી પડી : “હા, હા ! જરૂર જાઓ, અને તેને – એ કેપ્ટનને બોલાવી લાવો! તે હું તમારો તિરસ્કાર કરવાને બદલે તમને ચાહવા લાગીશ.” " તરત જ કસીમૉદે ઠેકડા ભરતો ત્યાંથી દેડડ્યો અને સીડી ઉપરથી સડસડાટ નીચે ઊતરી ગયો. પણ તે વખતે તેના હૃદયમાં ઉછળતાં ડૂસકાં કોણ જોતું હતું? એનું હૃદય ફાટી પડતું હતું - કસીમૉદો તરત પેલા મકાન પાસે પહોંચી ગયો. સમરાદો તેની સામે ઉપરથી જોઈ રહી હતી. ફોબસના ફલર-દલી સાથેના લગ્નને દિવસ નજીક આવી રહ્યો હતે; એટલે એ ઘરમાં અત્યારે એ અને આનંદ-ઉત્સવ, મહેમાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374