________________
૨ષર
ધર્માધ્યક્ષ કસીમોએ તરત એ તરફ ઝૂકીને જોયું તો સામેથી એક જુવાની ઘોડેસવાર સુંદર વેશભૂષા સાથે આવી રહ્યો હતો. એક મકાનના ગર ખામાં હસતી ઊભેલી એક સુંદરીની સામે તેણે માથા ઉપરની કલ) નમાવી અભિવંદન કર્યા.
પેલા કેપ્ટને તો સમરાદાની બૂમો ન સાંભળી, પણ કસીમૉ એ તે બધી સાંભળી. તેની આંખમાં તરત આંસુ ઊભરાઈ આવ્યાં અને તેની છાતી ઊંડા નિસાસાથી ઊંચીનીચી થવા લાગી. તે ધીમેથી બોલી ઊઠયો. “તો એવા દેખાવું જોઈએ, કેમ? બહારનું કેટલું સુંદર હોય તો જ સુંદરીઓ લક્ષમાં લે!”
- દરમ્યાન ઍસમરાદા તે હતાશ થઈ, ઘૂંટણિયે પડી ભારે ક્ષુબ્ધ અવસ્થામાં બોલવા લાગી: “અરેરે! પેલા મકાન આગળ જ તે ઘોડા ઉપરથી ઊતર્યા અને એ ઘરમાં જ પેસી ગયા! ફેબસ! તમને મારો અવાજ ન સંભળાયો? મેં બૂમ પાડી. ત્યારે જ પેલી દુષ્ટ સ્ત્રી તમારી સાથે વાતો કરવા લાગી, એટલે પછી મારા શબ્દો શી રીતે તમે સાંભળો! એ ફેબસ! ફેબસ!” - કસીમૉદીએ ઍસમરાદા પાસે આવી પૂછ્યું, “હું તેમને બોલાવી લાવું?”
પેલી એકદમ આનંદથી ઊછળી પડી : “હા, હા ! જરૂર જાઓ, અને તેને – એ કેપ્ટનને બોલાવી લાવો! તે હું તમારો તિરસ્કાર કરવાને બદલે તમને ચાહવા લાગીશ.” " તરત જ કસીમૉદે ઠેકડા ભરતો ત્યાંથી દેડડ્યો અને સીડી ઉપરથી સડસડાટ નીચે ઊતરી ગયો. પણ તે વખતે તેના હૃદયમાં ઉછળતાં ડૂસકાં કોણ જોતું હતું? એનું હૃદય ફાટી પડતું હતું
- કસીમૉદો તરત પેલા મકાન પાસે પહોંચી ગયો. સમરાદો તેની સામે ઉપરથી જોઈ રહી હતી.
ફોબસના ફલર-દલી સાથેના લગ્નને દિવસ નજીક આવી રહ્યો હતે; એટલે એ ઘરમાં અત્યારે એ અને આનંદ-ઉત્સવ, મહેમાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org