________________
જુદાં જુદાં ઘડતર
૨૩૭
1
ગુનેગાર આવા કોઈ સ્થાનમાં પગ મૂકે, એટલે પછી તેનું શરીર પવિત્ર મનાય – રાજસત્તા તેના ઉપર હાથ ન નાખી શકે. અલબત્ત, પહેરેગીરો – સૌનિકો વગેરે એ બહાર નીકળે કે તેને ઝડપી લેવા સતત ચોકી રાખ્યા કરે; પણ જ્યાં સુધી પેલા અંદર જ રહે, ત્યાં સુધી તેઓ બીજું કાંઈ કરી શકે નહિ. કેટલાય નાસી છૂટેલા કેદીઓ એ રીતે મઠમાં, રાજમહેલના દાદરમાં, મંદિરના બગીચામાં કે ચર્ચના દરવાજામાં પડયા રહી ઘરડા થઈ ગયાના દાખલા નોંધાયા છે. એક રીતે આ પણ બીજા પ્રકારની કાયમી કેદ જ ગણાય; પરંતુ મોતની સજામાંથી છૂટયાને આનંદ એ અભાગિયાને રહે ખરો.
અલબત્ત, પાર્લમેન્ટ ખાસ કાયદો પસાર કરીને એ ગુનેગારને એવા આાય-સ્થાનમાંથી પકડીને પણ જલ્લાદના હાથમાં સોંપી દેવાની સત્તા આપી શકે, એવા દાખલા નોંધાયા છે. પણ એવા દાખલા બહુ વિરલ હાતા. સામાન્ય રીતે આવાં આશ્રય-ધામની પવિત્રતા અખંડિત રાખવામાં આવતી.
કેટલાંય દેવળામાં તો આવા આશ્રિતાને રહેવા માટે નાનીશીક કોટડીએ પણ બાંધેલી તૈયાર રખાતી. નેત્રદામ મંદિરમાં પણ બાજુની એક પાંખના છાપરા ઉપર બહાર ઝૂકતી અર્ધ-કમાનાના બાંધકામ નીચે એવી એક કોટડી રાખવામાં આવી હતી.
દાદર.
કસીમૉદા પેાતાના કઠોર હાથ ઍસમરાલ્દાને જાણે સ્પર્શે ય નહિ – દુ:ખાડે નહિ, એમ કાળજીથી ફૂલની પેઠે તેને ઉપાડી ઝટઝટ ચડવા લાગ્યા. ઉપરના એક પછી એક ઝરૂખામાં નીકળી તે જ્યારે જ્યારે દેખા દેતા, ત્યારે નીચે ઊભેલા લોકો, આદ્રાય-ધામ ”! આાય-ધામ ! ” એવા હર્ષના પાકારોથી તેને વધાવી લેતા. છેવટે કસીમૉદા દાંટા-ઘરના છેક ઉપરના ઝરૂખામાં પહોંચી ગયા ત્યાર બાદ જાણે આખા શહેરને પેાતે બચાવી લીધેલી ઍસમરાલ્દાને બતાવતા હોય તેમ, હાથમાં રાખી, તેણે “ આશ્રય-ધામ ! ” એવી ભયંકર ગર્જના છેવટના કરી.
66
Jain Education International
For Private & Personal Use Only
66
www.jainelibrary.org