________________
૨૪૦
ધર્માધ્યક્ષ એ લોકોએ ગાડામાં બેસાડેલી એ જિપ્સી-કન્યાને નગ્ન સ્થિતિમાં જોઈ હતી – ધોળે દિવસે, જાહેર સ્થળમાં જે સ્ત્રીના સૌંદર્ય તરફ તે સામે એ આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, જેની બેભાન અવસ્થા વખતે પણ પોતાના હોઠોથી તેને ચુંબતાં તેને આંખે શરીરે કંપ થઈ આવ્યો હતો, તે નગ્ન સ્ત્રીના સૌંદર્યનું ગમે તેવા ભામટાઓ, ભિખારીઓ, ચોરો, એમ બધા જ, જાહેર હવાડો હોય તેમ ખોબે ખોબે પાન કરતા હતા.'
અને પછી તેને વિચાર આવ્યો કે, એ કન્યા જો જિપ્સી જાતિની ન હોત, અને પોતે પાદરી ન હોત, ફોબસ નામનું પ્રાણી જગતમાં અસ્તિત્વ ધરાવતું ન હોત, અને એ કન્યા તેને હૃદય ભરીને ચાહતી હોત, તો પોતાને માટે કેવું પ્રેમસભર, દિવ્ય, સ્વર્ગીય જીવન શક્ય બન્યું હોત ?
અને તે જ ઘડીએ તેની નજર સમક્ષ તાદૃશ ચિતાર ખડો થયો કે અત્યારે હવે છોકરી ફાંસીને માંચડે લટકે છે, અને તેનું પ્રાણપંખેરું હવે આ દુનિયા છોડીને ચાલ્યું ગયું છે.'
તેને આખે શરીરે તરત પરસે થઈ આવ્યો.
તેણે આગળ ભાગવાનું ફરીથી શરૂ કર્યું. તે કુદરતથી, જીવનથી, પોતાની અને ઈશ્વર પાસેથી કયાંક ભાગી જવા માગતો હતો. આમ આખો દિવસ તેની ભાગદોડ ચાલુ રહી. છેવટે સૂર્યાસ્ત સમયે તે જરાક
ભ્યો. પેલી જિપ્સી-કન્યાને બચાવી લેવાની બધી જ આશા અને ઇચ્છા જ્યારથી નષ્ટ થઈ ગયેલી તેને જણાઈ હતી, તે ક્ષણથી માંડીને તેના મનમાં એક પણ તર્કસંગત વિચાર કે એક પણ મક્કમ નિરધાર કાયમ રહ્યો ન હતો. તેની બુદ્ધિશક્તિ. જ જાણે કામ કરતી બંધ થઈ ગઈ હતી. તેના મન સમક્ષ ઍસમરાલદા. અને ફાંસીના માંચડો – એ બે ખ્યાલ જ વળી-વળીને ઘૂમ્યા કરવા. લાગ્યા. અને તેના વિક્ષિપ્ત મનની તાકાત જેમ જેમ વારાફરતી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org