Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 276
________________ જુદાં જુદાં ઘક્તર કસીમૉદો સમરાદાને મંદિરને દરવાજેથી ઉપાડીને ઉપર લઈ આવ્યો, તે વખતે ઍસમરાદાએ આંખો મીંચી દીધી હતી. કરીમોદીને તે તે પોતાને બળાત્કારે ઉપાડી જનાર દુશમન-ભૂત તરીકે જ ઓળખતી હતી, અને અત્યારે પણ પોતાને તેના હાથમાં પડેલી જોઈ, તેણે એમ જ માની લીધું કે પોતાને બેહોશી દરમ્યાન ફાંસીએ ચડાવી દેવામાં આવી છે અને આ ભૂત પોતાને નરક તરફ જ ઉપાડી જાય છે. પણ કસીમૉદીએ જ્યારે તેને આશ્રય-ધામ તરીકે નિયત થયેલી મંદિરની છાપરા ઉપરની કોટડીમાં ઉપાડી લાવીને મૂકી, તથા તેના હાથના બંધ કાપવા માંડ્યા, ત્યારે ઍસમરાદાએ પરાણે પોતાની આંખો ખોલી અને પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કર્યો. તે પોતે નોત્રદામ મંદિરમાં કયાંક છે, એટલું તો તે ઝટ નિશ્ચિત કરી શકી. ઉપરાંત એટલું પણ તેને યાદ આવ્યું કે, પોતાને જલ્લાદના હાથમાંથી છોડાવીને અહીં લાવવામાં આવી છે. પરંતુ એક ત્રીજી વસ્તુ પણ ભારે ખટકા સાથે તેને યાદ આવી કે, ફેબસ જીવતે છે, અને તે હવે તેને ચાહતે નથી. એ વિચારે જ તેના અંતરમાં એટલી કડવાશ ઉભરાઈ આવી કે, જલ્લાદના હાથમાંથી બચી છૂટવા માટે કંઈકે આનંદ થામવાને બદલે તેણે કસીમૉદોને પૂછયું – “તમે મને શા માટે બચાવી લીધી?” - પેલે ચિંતાતુર ચહેરે એમરાલ્ટાએ શું પૂછ્યું હશે તેને વિચાર કરવા લાગ્યો – કારણ કે, તે બહેરો હતો, અને કશું સાંભળી શકતો ન હતો. પેલીએ ફરીથી એ જ પ્રશ્ન પૂછયો. જવાબમાં કસીદો ફરીથી પિતાતુર નજરે તેની સામું જોઈ રહ્યો, પણ પછી એકદમ ઊઠીને મહાર નાઠો. પેલી નવાઈ પામી જોઈ રહી. થોડી વાર બાદ, તે એક નાની શી પોટલી લઈ આવો, તેમ Hઈ દાનેશરી બાઈએ ઍસમરાદાને પહેરવા આપેલાં કપડાં હતાં! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374