________________
જુદાં જુદાં ઘક્તર કસીમૉદો સમરાદાને મંદિરને દરવાજેથી ઉપાડીને ઉપર લઈ આવ્યો, તે વખતે ઍસમરાદાએ આંખો મીંચી દીધી હતી. કરીમોદીને તે તે પોતાને બળાત્કારે ઉપાડી જનાર દુશમન-ભૂત તરીકે જ ઓળખતી હતી, અને અત્યારે પણ પોતાને તેના હાથમાં પડેલી જોઈ, તેણે એમ જ માની લીધું કે પોતાને બેહોશી દરમ્યાન ફાંસીએ ચડાવી દેવામાં આવી છે અને આ ભૂત પોતાને નરક તરફ જ ઉપાડી જાય છે.
પણ કસીમૉદીએ જ્યારે તેને આશ્રય-ધામ તરીકે નિયત થયેલી મંદિરની છાપરા ઉપરની કોટડીમાં ઉપાડી લાવીને મૂકી, તથા તેના હાથના બંધ કાપવા માંડ્યા, ત્યારે ઍસમરાદાએ પરાણે પોતાની આંખો ખોલી અને પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કર્યો. તે પોતે નોત્રદામ મંદિરમાં કયાંક છે, એટલું તો તે ઝટ નિશ્ચિત કરી શકી. ઉપરાંત એટલું પણ તેને યાદ આવ્યું કે, પોતાને જલ્લાદના હાથમાંથી છોડાવીને અહીં લાવવામાં આવી છે. પરંતુ એક ત્રીજી વસ્તુ પણ ભારે ખટકા સાથે તેને યાદ આવી કે, ફેબસ જીવતે છે, અને તે હવે તેને ચાહતે નથી. એ વિચારે જ તેના અંતરમાં એટલી કડવાશ ઉભરાઈ આવી કે, જલ્લાદના હાથમાંથી બચી છૂટવા માટે કંઈકે આનંદ થામવાને બદલે તેણે કસીમૉદોને પૂછયું – “તમે મને શા માટે બચાવી
લીધી?”
- પેલે ચિંતાતુર ચહેરે એમરાલ્ટાએ શું પૂછ્યું હશે તેને વિચાર કરવા લાગ્યો – કારણ કે, તે બહેરો હતો, અને કશું સાંભળી શકતો ન હતો. પેલીએ ફરીથી એ જ પ્રશ્ન પૂછયો. જવાબમાં કસીદો ફરીથી પિતાતુર નજરે તેની સામું જોઈ રહ્યો, પણ પછી એકદમ ઊઠીને મહાર નાઠો.
પેલી નવાઈ પામી જોઈ રહી.
થોડી વાર બાદ, તે એક નાની શી પોટલી લઈ આવો, તેમ Hઈ દાનેશરી બાઈએ ઍસમરાદાને પહેરવા આપેલાં કપડાં હતાં!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org