________________
૨૨
ધધ્યક્ષ કલૉદ ફ્રો ક્યારે નોત્રદામ આવી પહોંચ્યો. ત્યારે મઠનો દરવાજે તે બંધ થઈ ગયા હતા. એટલે હવે આજની રાત પૂરતે તેણે મંદિરના ટાવર ઉ૫રની પોતાની કોટીને જ આશ્રય લેવો રહ્યો. ઉપર જવાને રન દેખવા ખાતર, દેવળના પાઠ-ઘરમાં નિરંતર સળગતી રહેતી મીણબત્તી, ઘર નાસ્તિકાણે- ઉઠાવીને, તે પગથિયાં ચડવા લાગ્યો. તે વખતેમધરાતના ડંકા પડયા... - બપોરે બારના ડંકા પડી ત્યારે તેણે ઍસમરાહદાને આ મંદિરન્ટ દરવાજે જીવતી જોઈ હતી; અત્યારે મધરાતના બારને ટકોરે તે તે કબરમાં કયારની ઠંડી પડી ગઈ હશે, એ વિચાર આવતાં તેને કમકમાં આવી ગયાં.
અચાનક પવનની લહેરખી આવતાં, તેના હાથમાંની મીણબત્તી બુઝાઈ ગઈ. તે જ વખતે તેણે ટાવરની સામી બાજુને ખૂણેથી સ્ત્રીના આકાર એળો આવતો જોયો. કૉદ ફૉલો ચોંકી ઊઠયો. તે એળાની બાજુએ એક નાની બકરી બેં બેં અવાજ કરતી ચાલતી હતી.
અરે, એ તો ઍસમરાહદા! તે તદન ફીકી તથા ગમગીન દેખાતી હતી. તેના વાળ દિવસે હતા તેવા જ ખભા ઉપર છૂટા પથરાયેલા હતા, પણ તેના હાથ અત્યારે પીઠ પાછળ બાંધેલા ન હતા; તે છૂટી હતી!તે મરી ગઈ હતી– આ તો તેનું ભૂત હતું! કલૉદ ફૉલોને આખે શરીરે શીત વળી ગયાં.
પેલો ઓળો ધીમે ધીમે કલૉદ ફૉલો ઊભે હતો તે તરફ આવવા લાગ્યો. ને તે ઓળો જેમ જેમ પાસે આવતો ગયો, તેમ તેમ તેરે પાછે પગલે ખસવા માંડયું- અને છેવટે જે સીડીઓ ચડીને તે ઉપર આવ્યો હતો, તે સીડીએએ થઈને ધીમે ધીમે સડસડાટ નીચે ઊતરી ગયા
આપણે વચ્ચે કહેવી બાકી રહેલી વાત અહીં જ પરી કરી લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org