________________
જુદાં જુદાં ઘડતર
૨૪૧ બે ખ્યાલો ઉપર કેન્દ્રિત થવા લાગી, તેમ તેમ ઍસમરાદા તેને મતે સૌંદર્ય, પ્રકાશ અને નિર્દોષતાની બાબતમાં સ્વર્ગ-નારિકા જેવી કેવળ જયોતિર્મય બનતી ચાલી, અને ફાંસીને માંચડો આકારમાં તેના પોતાના ખુલ્લા નિષ્ફર હાથ જેવો!
આમ છતાં એ હતભાગીને એક પણ વખત આત્મહત્યા કરીને આ બધી યાતનાને અંત લાવવા અને વિચાર આવ્યો નહીં. કદાચ પોતાના મૃત્યુ પછીનું અફાટ નરક તેને અત્યારથી સ્પષ્ટ દેખાવા લાગ્યું હોય!
રાત પડયે જ્યારે કોઈ પણ માણસ પોતાને ઓળખી નહિ શકે એવું લાગ્યું, ત્યારે કલોંદ ફ્રૉલેએ પોતાના રહેઠાણ તરફ પાછાં પગલાં Eભરવા માંડ્યાં.
રસ્તામાં જેના મકાનમાં પોતે કૅપ્ટન ફોબસને કટાર ખોસી દીધી હતી, તે લા ફલર્દેલનું મકાન આવ્યું. એક બારીના તૂટેલા કાચમાંથી તેણે જોયું તો એક જુવાનિયો બગલમાં એક વેશ્યાને લઈને ખડખડાટ હસતો બેઠો હતો, અને પેલી ડોસી કાંતતી હતી.
અચાનક પેલો જુવાનિયો ઊઠયો અને પાસે પડેલી ખાલી શીશી લઈને જમીન ઉપર પછાડતો પેલી વેશ્યાને સંબોધતો બોલ્યો, “આ શીશી ખાલી થઈ ગઈ; અને ખીરમાં તો એ પહેલાં જ ખાલી થઈ ગયાં છે. હવે તો જુપિટર દેવ આવીને તને જ દારૂની એક બાટલી બનાવી દે, તો તને હોઠેથી, દીંટડીએથી એમ અનેક જગાએથી ચૂસીને નાખી ને આખી પી જાઉં.”
આટલું કહી, તે હવે પેલી વેશ્યાની ભાવભરી રજા લઈ બહાર ચાલી નીકળ્યો. કલૉદ ફોલો હવે તેને ઓળખી શકો: એ તેને નાનો ભાઈ નિ કૉલો ઊર્ફે જહાં દ મુલિ હતો ! તાત્કાલિક તો કલૉદ ફ્રૉલોએ રસ્તામાં આડા પડી જઈ, પોતાનું માં પોતાના ભાઈથી છુપાવી દીધું, છે તેને દારૂડિયે માની, ઠેબે ચડાવી આગળ ચાલતો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org