________________
૧૯૪
ધર્માધ્યક્ષ
tr
99
પણ તમને ખાતરી છે કે, એ આવશે ? ”
“તને વળી શંકા શાની થાય છે?
66
· કૅપ્ટન ફોબસ, તમે ખરેખર ભાગ્યશાળી છે; એવી સુંવાળી સુંવાળી કુમળી કળી જેવી છેાકરી તમારા હાથમાં
""
આર્ચ-ડીકને મુક્કી વાળીને દાંત કચકચાવ્યા. હવે તે આ લોકોના પીંછા પકડો જ છૂટકો !
છે.
લા-પૉમ-દ-ઈવનું પીઠું યુનિવર્સિટી વિસ્તારમાં આવેલું હતું. ભોંયતળના વિશાળ ઓરડામાં ચારે તરફ ટેબલા ગાઠવેલાં હતાં અને પીનારાઓ પણ થેાકબંધ હતા.
L
રાત પડવા લાગી હતી અને શેરીઓમાં અંધારું જામતું જતું હતું. પીઠામાં ટેબલેા ઉપર મીણબત્તી સળગી રહી હતી. રાતના વખતે કોઈ કામસર એ બાજુને રસ્તે થઈને નીકળેલા રાહદારીઓ, એ પીઠાની કાચની બારીઓ તરફ નજર કર્યા વિના જલદી જલદી ત્યાંથી પસાર થઈ જતા.
પરંતુ એક માણસ એ પીઠા તરફ જ નજર રાખીને આમથી તેમ ફર્યા કરતા હતા. પગથી નાક સુધી પહોંચે તેવા મેટો જમા તેણે હમણાં જ જૂનાં કપડાંવાળાની દુકાનેથી ખરીદીને પહેરી લીધો હતા,– માર્ચ મહિનાની રાતની ઠંડીથી બચવા માટે જ કદાચ.
છેવટે પીઠાનું બારણું ઊઘડયું; અને એ વસ્તુની જ પેલા જાવાળા જાણે રાહ જોઈ રહ્યો હતો. તે તરત શેરીની સામેની બાજુની દરવાજાની એક કમાન પાછળ છુપાઈ ગયો.
બે જુવાનિયા નશાથી ટે થઈ ગયેલી હાલમાં લથડિયાં ખાતા પીઠામાંથી નીકળ્યા. પેલા જભાવાળા બંનેને ઓળખી ગયા – એક હતા જાન ફૂૉલા, અને બીજા હતા કૅપ્ટન ફેબસ. બંનેમાંથી જૉન ફ઼ૉલેા છેક જ ભાન ગુમાવી બેઠા હતા, ત્યારે કૅપ્ટન ફોબસ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org