________________
સાત ગાળે સાથે ન બેલી! બંને મિત્રો રસ્તે ધાંધલ મચાવતા લા-પૉમ-દ-ઇવ તરફ ચાલ્યા.
આર્યડીકન તેમની પાછળ પાછળ ચાલ્યો. ગ્રિગોરની મુલાકાત પછી જે ફેબસ નામ તેના મગજમાં ઘૂમી રહ્યું હતું, તે જ આ ફોબસ? એ વાતની ખાતરી કરી લેવા ખાતર જ તે આ બંને દોસ્તોની પાછળ પાછળ ગુપચુપ ચાલ્યો, તથા તેમની વાતો સાંભળવા લાગ્યો.
બંને જણ ઢંદ્વયુદ્ધો, મારામારી, વેશ્યા, દારૂ, અને ઠઠ્ઠામશ્કરીની વાતે, સૌ રાહદારીઓ સાંભળે તેની પરવા ર્યા વિના, મોટેથી કર્યો જતા હતા.
- અચાનક એક શેરીના વળાંક આગળ ચકલામાંથી આવતો તંબૂરીને અવાજ તેમને સંભળાયો. બસે તરત જોન ફ્રૉલને કહ્યું, “અલ્યા જલદી ભાગ જોઉં.”,
“કેમ, કેમ?” “પેલી જિપ્સી છોકરી મને જોઈ જશે, તે આફત થશે!” “કઈ જિપ્સી છોકરી, વળી ?” “પેલી બકરીવાળી.”
લા, સમરાદા?
“એ જ, મને નામ યાદ નથી રહેતું; પણ જો તે મને જોશે તે તરત સામી દોડી આવશે; અને શેરી વચ્ચે એમ એ મને મળવા આવે, એ સારું ન દેખાય.”
“તો શું તમને એ ઓળખે છે?”
ફેબસે નનના કાન પાસે માં લઈ જઈને ડચકારો વગાડતાં કંઈક કહ્યું, અને પછી તે ખડખડાટ હસી પડયો.
“હે? ખરી વાત છે?” “હા, હા, મારા જીવની સોગંદ !” “આજે રાતે જ ?” “હા, હા; આજે રાતે જ દોસ્ત !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org