________________
અદાલતમાં પછી તરત જિંસી-કન્યાની તંબૂરી લઈને એ બકરી સામે ધરીને પૂછવામાં આવ્યું, “કેટલા વાગ્યા છે?” પેલી બકરીએ પગની ખરી વડે સાત ટકોરા માર્યા. અને ખરેખર તે વખતે સાત જ વાગ્યા હતા! * ગ્રિગોર ગણગણી ઊઠયો, “આ મૂરખ પ્રાણી પોતાની જાતે જ પિતાની મોતની સજા ફરમાવતું જાય છે!”
પછી તંબૂરીને જુદી જુદી રીતે ધરીને જાક મહાશયે એસમરાદા જે રીતે ખેલ કરતી, તે બધા એ બકરી પાસે કરી બતાવરાવ્યા. આખી અદાલતમાં સન્નાટો છવાઈ રહ્યો. જે લોકો ચકલા-ચેકમાં એ બકરીના ખેલ જોઈ આનંદથી તાળીઓ પાડતા, તે બધા જ અત્યારે વાતાવરણની અસર હેઠળ આવી, જાણે એ બકરીની પિશાચ-લીલાથી ચોંકી ઊઠયા.
પરંતુ પછી જ્યારે તેમણે બકરીના ગળામાંથી થેલી છોડીને તેમાંથી જુદા જુદા અક્ષરો લખેલી ચકલીઓ કાઢીને બકરી સમક્ષ મૂકી, અને બકરીએ phoebus નામ ગોઠવી બતાવ્યું, ત્યારે તો સૌને ખાતરી થઈ ગઈ કે પેલી જિપ્સી-કન્યા ખરેખર મનુષ્યનું લોહી પીનારી પિશાચિની જ છે, જે જાદુવિદ્યાથી આવા જુવાન અફસરોને લોભાવી, તેમને મારી નાખી, તેમના જીવને સંતાનના હાથમાં સોંપી દે છે! જે બિચારાને આ રીતે મારી નાખવાનો હોય, તેનું નામ આ બકરીને આ રીતે ગોઠવવાનું શીખવવામાં આવતું હોવું જોઈએ, જેની જાદુઈ શક્તિથી પછી પેલો માણસ જાતે ખેંચાઈને આ જિપ્સી-બલાના હાથમાં આવી પડે!
દરમ્યાન પેલી જિપ્સી-કન્યા આવતી હતી કે મરી ગઈ હતી, એ જ ખબર પડે તેવું રહ્યું ન હતું. આસપાસ બની રહેલું કશું તે જોતી ન હતી કે સાંભળતી ન હતી. એક સૈનિકે તેને જરા તુચ્છકારથી ઢાળીને જગાડી અને તે જ વખતે પ્રેસિડન્ટે ગંભીર અવાજે તેને પૂછ્યું
“૨૯મી માર્ચની રાતે તે મેલી વિદ્યા અજમાવીને, રાજાજીના શાણાવળીમાંના એક ફોબસ દ શૈતપરને એકાંત સ્થળે બોલાવીને કરારથી મારી નાખ્યો, એ ગુનો નું કબૂલ કરે છે કે નહિ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org