________________
બધી જ આશાએ પાછળ મૂકીને“વાહ, જલ્લાદ હવે પોતાના શિકારને ટાણાએ મારવાની મજા લૂંટે છે! મહિનાઓ સુધી જેણે મારો કેડો મૂક્યો નથી, જે હરહંમેશ મને ડરાવતો-ધમકાવતો આવ્યો છે એ મારા માર્ગમાં – મારા જીવનમાં આડે ન આવ્યો હોત, તો હું કેવી સુખી થાત? – એણે જ મને આ અંધાર-ખીણમાં નાખી છે ! એ ભગવાન! એણે જ મારા ફોબસને પણ મારી નાખ્યો છે !”
આટલું બેલતાંમાં તે તે ડૂસકે ચડીને ભાગી પડી. પછી પોતાની આંખો એ પાદરી તરફ ઊંચી કરીને તે બોલી –
હાય ! તમે કોણ છો? મેં તમારું શું બગાડ્યું છે? તમે શા કારણે મને આટલી બધી ધિક્કારો છો? મેં તમારો શો ગુનો કર્યો છે?”
“હું તને ચાહું છું!”
પેલીનાં આંસુ તરત બંધ થઈ ગયાં. તે બગલની પેઠે તેના તરફ શૂન્ય નજરે જોઈ રહી. પેલો તેને ઘૂંટણિયે પડ્યો હતો અને તેને પોતાની કામનાની આગભરી આંખોથી જાણે ભરખી રહ્યો હતો.
સાંભળે છે? હું તને ચાહું છું!” પેલાએ ફરીથી જરા મોટે અવાજે કહ્યું.
“આ તે કેવી જાતનો પ્રેમ?” અધોગતિને પંથે પળેલા એક શાપિત આત્માનો પ્રેમ!”
બંને થોડી મિનિટ ચૂપ રહ્ય: પેલે ગાંડોતૂર બનીને, અને પેલી જડસડ થઈને.
સાંભળ, તને હું વધું કહી સંભળાવીશ;-અત્યાર સુધી જે વાત મને પોતાને સંભળાવવાની હું હિંમત કરી શક્યો નથી. ઈશ્વર પણ જોતા ન હોય તેવે મોડી રાતને વખતે મેં મારા પોતાના અંતરને છૂપી રીતે ચૂછપરછ કરી છે, પણ ત્યાંય એ જવાબ આપવાની મારી હિંમત ચાલી નથી. તો સાંભળ. તને મેં પહેલવારકી જોઈ, તે પહેલાં હું બહુ સુખી હતો........”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org