________________
ધર્માધ્યક્ષ
હું પણ ! ” પેલીએ ધીમેથી નિસાસા નાખીને કહ્યું.
“ વચ્ચે ન બાલીશ ! હા, હું સુખી હતા; કંઈ નહિ તો હુ એમ માનતા તેા હતેા. હું પવિત્ર હતા; મારું અંતર ઉજ્જવળ પ્રકાશથી ભરેલું હતું; મારા જેટલું માથું ઊંચું રાખીને ગૌરવભેર-પ્રતાપભેર કોઈ નહિ ચાલતું હાય. ભલભલા પાદરીઓ-સાધુઓ બ્રહ્મચર્યપાલન અંગે મારી સલાહ લેતા, અને મદદ માગતા; ભલભલા દાર્શનિકો સિદ્ધાંતા અંગે મને પૂછવા આવતા. વિજ્ઞાન-વિદ્યા જ મારું સર્વસ્વ હતી — તે જ મારી બહેન હતી અને બહેનથી મને પૂરો સંતોષ હતો. પરંતુ, વખત જતા ગયા, તેમ તેમ બીજા વિચારો મારા અંતર-આકાશમાં ઘેરાવા લાગ્યા વાદળની પેઠે પસાર થવા લાગ્યા. કોઈ સ્ત્રી મારી પાસે થઈને ચાલી જાય કે તરત મને ધ્રૂજારી થઈ આવતી. વેદીના ઠંડા પથ્થરો સાથે મને જકડી રાખતાં વ્રતોની શૃંખલા કામવાસનાની પ્રબળ આચકાથી તૂટી જાય એ રીતે ખેંચાવા લાગી — જે કામવાસ નાને હું મારા અંતરમાં હમેશ માટે ચૂપ કરી દીધેલી માનતા ! પછી તે હું સ્ત્રીઓને ધિક્કારનારો જ બની રહ્યો.
૨૧૪
“ ઉપવાસા, પ્રાર્થના, અભ્યાસ અને મઠના તપ-પ્રાયશ્ચિત્ત વ મે" કઠોર દેહ-દંડ આદર્યો. ધીમે ધીમે હું મારી જાત ઉપર કાબૂ લાવી શકયો. પછી તે વિજ્ઞાન-વિદ્યાનું પુસ્તક જ હું ઉઘાડતા અને મારા મગજમાંથી બધી અપવિત્ર ધૂણી કે જ્વાળાઓ દૂર થઈ જતી. સેતાન જ્યાં સુધી એમ મંદિરમાં કે શેરીઓમાં અણધારી પસાર થતી સ્ત્રીઓન ઓળા જ મારી પાસે મેાકલા, ત્યાં સુધી તો હું તેને ગાંઠયો નહીં.
<<
પણ મારો એ વિજય હરહંમેશ કાયમ રહ્યો નહી. તેના વાંક ખરી રીતે ઈશ્વરના જ ગણાય, કારણ કે તેણે માણસ અને સેતાનને બંનેને સરખા શક્તિશાળી બનાવવાને બદલે સેતાનને વધુ શક્તિશાળી બનાવ્યા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org