________________
૨૩૧
જુદાં જુદાં ઘડતર “મને કંઈ ખબર નથી.”
પછી અચાનક ફલર-દ-લીએ કેપ્ટન ફેબસ તરફ ફરીને પૂછ્યું, “જુઓ, ફેબસ, ત્રણ મહિના બાદ આપણું લગ્ન થવાનું છે. તો આજે મને સાચેસાચું કહી દો કે, તમે મારા સિવાય બીજી કોઈ સ્ત્રીને કદી પ્રેમ કર્યો છે કે નહિ?”
વાહ, મારા સુંદર દેવદૂત! હું સોગંદ-પૂર્વક એમ કહેવા તૈયાર છું.” . પણ એટલામાં તો નીચે લોકેનું બુમરાણ વધતું ચાલ્યું. નોત્રદામ મંદિરના ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા, અને તેની સાથે જ નીચે ચકલામાંથી, ઉપર છાપરાંમાંથી અને વચ્ચે બારીઓમાંથી એકસાથે અવાજ આવ્યો –
જુઓ પેલી ! ” ફલર-દ-લીએ પોતાની આંખો ઢાંકી દીધી જેથી પેલી ગુનેગાર બાઈ ઉપર નજર ન પડે. - “વહાલી, તો પછી આપણે અહીંથી ખસીને કમરામાં જ ચાલ્યાં જઈએ, તો કેમ? તારા જેવી નાજુક હૃદયવાળીથી એ બધું જોયું નહિ જાય.”
“ના, ના, અહીં જ ઊભાં રહીએ, એ તો સહેજ મને શરૂઆતમાં એકદમ થઈ આવ્યું.”
તરત જ ઘોડેસવાર સૈનિકેથી ઘેરાયેલું એક ગાડું ગડગડતું આવ્યું. સારજંટો ચાબખા મારી મારી, ટોળામાંથી ગાડા માટે રસ્તો કરવા લાગ્યા. ગાડાની બાજુએ ન્યાયખાતાના અમલદારો અને પોલીસો તેમના કાળા પોશાકમાં હતા. જાક મહાશય તેમને મોખરે હતા. .
એ ગાડામાં એક છોકરીને હાથ પીઠ પાછળ બાંધીને બેસાડેલી હતી. તેના આખા શરીરે માથા ઉપરથી ખભા ઉપર પરોવી દીધું પિય તેવું ખુલ્લા જન્મા જેવું જ એક કપડું હતું અને તેના કળાની આસપાસ દોરડાનો ફાંસો બાંધેલો હતો. તે દોરડા નીચે લીલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org