SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ જુદાં જુદાં ઘડતર “મને કંઈ ખબર નથી.” પછી અચાનક ફલર-દ-લીએ કેપ્ટન ફેબસ તરફ ફરીને પૂછ્યું, “જુઓ, ફેબસ, ત્રણ મહિના બાદ આપણું લગ્ન થવાનું છે. તો આજે મને સાચેસાચું કહી દો કે, તમે મારા સિવાય બીજી કોઈ સ્ત્રીને કદી પ્રેમ કર્યો છે કે નહિ?” વાહ, મારા સુંદર દેવદૂત! હું સોગંદ-પૂર્વક એમ કહેવા તૈયાર છું.” . પણ એટલામાં તો નીચે લોકેનું બુમરાણ વધતું ચાલ્યું. નોત્રદામ મંદિરના ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા, અને તેની સાથે જ નીચે ચકલામાંથી, ઉપર છાપરાંમાંથી અને વચ્ચે બારીઓમાંથી એકસાથે અવાજ આવ્યો – જુઓ પેલી ! ” ફલર-દ-લીએ પોતાની આંખો ઢાંકી દીધી જેથી પેલી ગુનેગાર બાઈ ઉપર નજર ન પડે. - “વહાલી, તો પછી આપણે અહીંથી ખસીને કમરામાં જ ચાલ્યાં જઈએ, તો કેમ? તારા જેવી નાજુક હૃદયવાળીથી એ બધું જોયું નહિ જાય.” “ના, ના, અહીં જ ઊભાં રહીએ, એ તો સહેજ મને શરૂઆતમાં એકદમ થઈ આવ્યું.” તરત જ ઘોડેસવાર સૈનિકેથી ઘેરાયેલું એક ગાડું ગડગડતું આવ્યું. સારજંટો ચાબખા મારી મારી, ટોળામાંથી ગાડા માટે રસ્તો કરવા લાગ્યા. ગાડાની બાજુએ ન્યાયખાતાના અમલદારો અને પોલીસો તેમના કાળા પોશાકમાં હતા. જાક મહાશય તેમને મોખરે હતા. . એ ગાડામાં એક છોકરીને હાથ પીઠ પાછળ બાંધીને બેસાડેલી હતી. તેના આખા શરીરે માથા ઉપરથી ખભા ઉપર પરોવી દીધું પિય તેવું ખુલ્લા જન્મા જેવું જ એક કપડું હતું અને તેના કળાની આસપાસ દોરડાનો ફાંસો બાંધેલો હતો. તે દોરડા નીચે લીલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy