________________
૨૩૨
ધર્માધ્યક્ષ કાચ સાથેનું એક નાનું માદળિયું હતું. મોતની સજા પામેલાંની એવી નાની ઇચ્છાઓ મંજૂર રાખવાનો રિવાજ હોઈ, એનું ગળાનું માદળિયું છેવટ સુધી કાયમ રાખવાની તેને પરવાનગી આપવામાં આવી હતી બારીમાંથી જોનારા પ્રેક્ષકો એ બિચારીના ખુલ્લા નાગા પગ જો શકતા હતા, તેણે એ પગને ઘૂંટણોથી બેવડા વાળીને બને તેટલા છુપાઈ વવા પ્રયત્ન ર્યો હતો. બધા લોકોની નજર સમક્ષ પોતાને આમ અર્ધનગ્ન હાલતમાં રજૂ કરવામાં આવી હોવાથી, શરમની મારી તે બિચારી પિતાના જન્મની કિનાર પોતાના દાંત વચ્ચે જોરથી દબાવી રહી હતી.
તેના પગ આગળ એક સફેદ બકરી બાંધેલી હતી.
ફલર-દ-લી એ જોતાં જ તરત બોલી ઊઠી, “ જિસસ ભગવાન આ તો પેલી બકરીવાળી જિપ્સી છોકરી છે, જેને આપણે અહીં ખેલ કરવા તે દિવસે બોલાવી હતી! ”
ફેબસ પણ એને જોઈને આભ થઈ ગયો હતો.
હે, શું કહ્યું? મને કંઈ સમજાયું નહિ.” તે તતપપ કરો બોલી શક્યો.
“હે? તમને શું થઈ ગયું? એ છોકરીને જોઈને તમે આવા ગાભરા કેમ થઈ ગયા, વારુ?”
“ના રે ના! હું ગાભરો થાઉં? શા માટે ?”
મંદિરને દરવાજે ગાડું પહોંચતાં જ, અંદર ઊભેલા પાદરીઓએ સ્તોત્રોનો ગણગણાટ શરૂ કરી દીધો. પેલી છોકરીને ગાડામાંથી ઉતારવામાં આવી. તેના અને પેલા બકરાના બંધ છોડવામાં આવ્યા પછી તેને ખુલ્લા પગે અને ગળા ઉપર બાંધેલા દોરડાના ફાંસા સાથે મંદિરના મુખ્ય દરવાજા આગળ લઈ જવામાં આવી. સામેથી મોટો કૂસ અને સળગતી મીણબત્તીઓનું ઝુંડ આવતું દેખાયું – એ બધા પાદરીઓ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org