________________
૨૬૩
જુદાં જુદાં ઘડતર સોનેરી કૂસ લઈને સામે આવનાર આર્ચ-ડીકન ધર્માધ્યક્ષ પોતે હતો. પેલી તરત તેને ઓળખી ગઈ.
પેલાઓએ સ્તોત્રો ગાઈ લીધાં એટલે પછી જિપ્સી-બાઈના હાથમાં પીળા મીણની અને સળગતી એક વજનદાર મીણબત્તી પકડાવી દેવામાં આવી. પેલી યંત્રની પેઠે તેઓ જે કરાવે તે બધું કરવા લાગી.
પણ તેનું લોહી પેલા આર્યડીકનને જોઈને ઊકળી ઊઠયું હતું. પેલો પાસે આવી તેના કાન પાસે માં લાવી જરા મોટેથી બોલ્યો, – “જુવાન સ્ત્રી, તે તારાં પાપ અને અપરાધની માફી ઈશ્વર પાસેથી માગી લીધી?” અને પછી તરત ધીમે અવાજે તેણે ઉમેર્યું – “બોલ, હજુ મારી થવા તૈયાર છે? તો હજુ પણ હું તને બચાવી લઉં તેમ છું!”
પેલીએ તેના સામું તીવ્ર નજરે જોઈને કહ્યું, “દૂર હટ, રાક્ષસ! નહીં તો તારાં કરતૂન સૌ સમક્ષ ખુલ્લાં કરી દઈશ!” - પેલો વિકટ હાસ્ય હસીને બોલ્યો – “કોઈ તારી વાત માનશે નહિ; અને બીજાની જૂઠી બદગોઈ કરવાના અપરાધનો તારા મૂળ અપરાધમાં ઉમેરો થશે, એટલું જ; માટે બોલ, હજુ તું મારી બનવા તૈયાર છે?”
તે મારા ફેબસનું શું કર્યું છે?” “એ મરી ગયો છે.”
પણ તે જ ઘડીએ આર્યડીકનની નજર સામેના મકાનના ઝરૂખા ઉપર પડતાં, તેણે કેપ્ટન ફેબસને ફલર-દ-લી સાથે ઊભેલો જોયો. તેણે એકદમ લથડિયું ખાધું, અને પોતાની આંખો ઉપર હાથ ફેરવી લઈ, તે તરફ ફરી નજર નાખી – અને તેને આખો ચહેરો જાણે વિચિત્ર રીતે ખેંચાઈ ગયો હોય તેવો બની ગયો.
તે જા, મર ત્યારે ! હવે તેને કોઈ બચાવી નહિ શકે.” પછી તેણે હાથ ઊંચો કરી, છેવટનું ધર્મવાક્ય મોટેથી ઉચ્ચાર્યું –
મોડું કરતા હે જીવાત્મા ! તું હવે તારે રસ્તે પળ; જેથી ઈશ્વર પાસે જઈ નું તેમની ક્ષમા માગી શકે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org