________________
૨૨૨
ધર્માધ્યક્ષ ચાલી આવ, અને જીવતી રહેવા પ્રયત્ન કર. પછી તું ભલે મને જેટલું ધિકકારવો હોય તેટલો ધિકકારજે. પણ કાલે તો બહુ મોડું થઈ ગયું હશે. તારી જાતને બચાવ, અને સાથે સાથે મને પણ!”
પેલાએ હવે પેલીને હાથ પકડી તેને પરાણે ઊભી કરવા પ્રયત્ન કર્યો.
પેલીએ તેના ઉપર તીવ્ર નજર ફેરવી. “મારા ફેબસનું શું થયું છે, તે મને કહો !”
પાદરીએ તેનો હાથ પડતો મૂકી દયામણા અવાજે એટલું જ 'પૂછયું, “ તને મારી સહેજે દયા આવતી નથી?”
મારા ફેબસનું શું થયું છે?” પેલીએ ટાઢાશથી પ્રાપ્ત બેવડાવ્યો.
“તે મરી ગયો છે,” પેલાએ બૂમ પાડીને કહ્યું.
“તે પછી તમે મને જીવવા માટે નાસી છૂટવાનું શા માટે કહો છો?”
પેલા પાદરીએ એની વાત સાંભળ્યા વિના જ આગળ ચલાવ્યા. “મારી કટાર તેના શરીરમાં ઊંડી ઊતરી ગઈ હતી; તેના હૃદયને છે. એ કટારથી વીંધી નાખ્યું હતું – અને તેના આત્માને પણ !”
પેલી છોકરી તરત છંછેડાયેલી વાઘણની પેઠે તેના ઉપર લપી તેણે તેને દાદરનાં પગથિયાં સાથે અસાધારણ બળથી દબાવી દીધો.
ચાલ્યો જા, રાક્ષસ ! ચાલ્યો જા, ખૂની! મારે હવે મરવું જ છે. અમારા બંનેના લોહીના ડાઘ હંમેશને માટે તારી ભમરો ઉપર કલી બનીને ચોટી રહો ! ...... તારી સાથે હું નાસી આવું? કદી નહીં એના કરતાં નરકમાં જવું હું વધુ પસંદ કરું ! ચાલ્યો જા, શાપિત દુરાત્મા !”
પેલો પાદરી પેલીના ધકકાથી પોતાના જન્મામાં અટવાઈ ગયી હતો. તે હવે જેમ તેમ પગ છૂટા કરી, ફાનસ લઈ, ત્યાંથી વિશે થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org