________________
૨૨૪
ધર્માધ્યક્ષ માતાઓ તે અમારાં સંતાનોને અમારા પેટ રૂપ જ માનીએ છીએ, અને
જે ઈશ્વર માતાના સંતાનને છીનવી લે છે, તે ઈશ્વરમાં પછી માતા વિશ્વાસ કે શ્રદ્ધા રહેતાં નથી? તે દિવસે હું ભૂંડી શા માટે પડોશ સાથે વાત કરવા, ઘર ખુલ્લું મૂકીને બહાર ગઈ ? અરેરે, આ નાનક જોડો અહીં પડયો છે, પણ તેને પહેરનાર કયાં છે? પ્રભુ! મને મારી બાળકી પાછી આપો! પંદર પંદર વર્ષથી હું ઘૂંટણિયે પડી પીને તમ પ્રાધ્યા કરું છું – મારા ઘૂંટણ પણ છોલાઈ – ઘસાઈને કઢંગા થઈ ગયા એટલું શું તમને બસ થતું નથી? અરેરે, જો તમારા વસ્ત્રનો એક છે પણ મારા હાથમાં આવી જાય, તો જ્યાં સુધી તમે મારી બાળકી પાક ન આપો, ત્યાં સુધી હું તેને મારા હાથમાંથી ન છોડું ! ભલા માતાજી મારા બાળ-ઈશુને મારા હાથમાંથી છીનવી લેવામાં આવ્યા છે; પેલ ડાકણો તેને ચોરી ગઈ છે અને તાપણામાં ભેજી તેનું લોહી પી ગધે છે – તેનાં હાડકાં પથ્થર વડે જીંદી જીંદીને! માતા મૅરીમને મા બાળકી પાછી આપો : ભલે મારું સ્વર્ગ તમે બદલામાં છીનર લો! હું કેવી મહા પાપણી હતી, પણ એ બાળકી આવ્યા પછી હું કેવી સુધરી ગઈ હતી ! એ બાળકી માટે હું ધર્મવાળી – ભક્તિવાળી બની ગઈ જેથી તે બાળકીને મારાં પાપનું કશું કલંક ન લાગે ! એના હાસ્યમાં મને હંમેશાં સ્વર્ગનાં – તમારાં દર્શન થતાં. ઓ પ્રભુ! મને મરતા પહેલું એક ક્ષણ વાર એ મધુર હાસ્ય, એ કમળ મુખ – એક વાર ફરી જોવા દો. હું તેના પગે આ જોડા પહેરાવી લઉં એટલી વાર જ! તે તેને તરત લઈ લેજો અને મને પણ નરકમાં કે જ્યાં નાખવી હોય તે નાખી દેજો. પંદર પંદર વર્ષની આ તપસ્યા હું બદલામાં તમને સમ છું! મરીને સ્વર્ગમાં તેને મળવાની આશા મને હરગિજ છે જ નહિ તેના જન્મ પહેલાંનાં મારાં પાપ મને યાદ છે. મારા જેવી પાણી સ્વર્ગમાં કેવી રીતે જઈ શકે ?”
- એ અભાગિયણે આટલું કહી પછી ઊછળીને પેલા નાનકડા જી ઉપર પડતું નાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org