________________
૨૧૯
બધી જ આશાએ પાછળ મૂકીને“અત્યાર સુધી હું જે દુઃખ – વેદના સહન કરતો આવ્યો છું, તેને તને કયાં ખ્યાલ પણ છે? હું તારો કેસ ચલતો હતો ત્યારે અદાલતમાં હાજર હતો : તને જ્યારે અદાલત-ખંડમાં લાવવામાં આવી, ત્યારે હું ત્યાં હતો, જ્યારે તારી જુબાની થઈ, ત્યારે હું ત્યાં હતો! એ નાપાક વરુઓ તારી સામે તને દેહાંતદંડ દેવા માટે એક એક પૂરાવો ઊભો કર્યો જતા હતા, ત્યારે હું ત્યાં હતા; અને છેવટે તને પેલા રાક્ષસે રિબામણ માટે લીધી – હું ખરું કહું છું કે, તને રિબાવવામાં આવશે એવી મને કલ્પના જ ન હતી – ત્યારે પણ હું પાછળ પાછળ રિબામણ-ખંડમાં હતો. પેલા બદમાશે તારો પગ ખુલ્લો કરવા તારા ઉપર પોતાના ઘાતકી હાથ નાખ્યા, ત્યારે પણ હું ત્યાં હતો; મેં તારે ખુલ્લો પગ તે વખતે જો – જેના ઉપર એક ચુંબન કરવા હું આખું સામ્રાજ્ય આપી દઉં – જે પગની નીચે છુંદાઈ જવા હું રાજીખુશીથી તૈયાર થાઉં! એ પગને “બૂટ’ – યંત્રની જકડમાં ઘાલી તેનો છૂંદો કરી નાખવા તેઓએ સ્કૂ ફેરવવા માંડ્યો, ત્યારે હું ત્યાં હતો. કેવો કમનસીબ માણસ! જેના અણુ અણુને હું મારા સમગ્ર પ્રાણથી ચાહતો હતો, તેને હું હાથે કરીને આ રિબામણ-યંત્ર સુધી લઈ આવ્યો હતો. તે પહેલી ચીસ નાખી, તેની સાથે મેં મારા જલ્પા નીચે હાથ નાખી ત્યાં છુપાવેલી કટાર મારા હૃદય ઉપર ખાસી અને તે બીજી ચીસ નાખી હોત, તે તરત જ મેં તે કટારને મારા હૃદયની આરપાર પરોવી જ દીધી હોત. જો હજુ મારો કટારનો ઘા લોહી-ભીનો જ છે.”
આમ કહી, તેણે પોતાનો જબ્બો ખુલ્લો કર્યો. તેની છાતી જાણે વાઘના નહેરથી ઉઝરડાઈ હોય તેવી બની ગઈ હતી, અને એક બાજુ મોટો – જેમ તેમ દબાવી દીધેલો ઘા હતો.
પેલી બંદિની એ જોઈ, ત્રાસથી સંકેચાઈ ગઈ.
“અરે છોકરી! હવે તે તું જ મારા ઉપર કૃપા કર! તું તારી તને દુ:ખી માને છે; પણ દુ:ખ શાને કહેવાય, તે તું જાણતી નથી. hક સ્ત્રીને ચાહવી – જાતે પાદરી હોવું – પેલી સ્ત્રીથી ધિક્કારાવું - અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org