________________
બધી જ આશાએ પાછળ મૂકીને – ૨૦૯ કાઢી નાખે છે. આમેય એ અભાગિયા કેદી અને માનવજાત વચ્ચે એટલા બધા પથ્થરો, જેલરો, ભૂગર્ભ માળ અને ઉપર આખો ધિંગો ગઢ આવી જાય છે કે, એને જીવતો રહેલો ગણ એ પણ કેવળ વિડબના જ છે.
ઍસમરાદાને દેહાંતદંડની સજા કર્યા પછી, તે નાસી ન જાય તે માટે પૅલેસ ઑફ જસ્ટિસની નીચેનાં ભોંયરાંની તળિયે આવેલા કૂવામાં ઢબૂરી દેવામાં આવી હતી. એક નાનીશી માખી, કે જે તે ઇમારતના એક પથ્થરને પણ હલાવી શકે નહિ, તેના ઉપર એ આખી ઇમારતનો બેજ જાણે ખડકી દેવામાં આવ્યો હતો. આ અવિચારમાં ઈશ્વર તેમ જ માનવ બંને સરખા હિસ્સેદાર ગણાય: આવા કુમળા પ્રાણીને માથે આટલા મોટા કમનસીબને કે આટલી મોટી રિબામણનો બોજ નાખવા માટે !
એસમરાદાને જે કોઈએ સૂર્યપ્રકાશમાં આનંદથી નાચતી કલ્લોલતી જોઈ હોય, તે તો તેને આ સ્થિતિમાં જોતાં વેંત જ કંપી ઊઠે: રાત્રી કે મૃત્યુ જેવી ઠંડક, હવાનું સહેજ પણ હલન-ચલન નહિ, માણસની કોઈ પણ હિલચાલનો કશો અવાજ નહિ, આંખોમાં પ્રકાશનું સહેજ પણ કિરણ નહીં, બેવડા વળી જાય તેટલો સાંકળોનો ભાર, આસપાસ ઝમતા પાણીના ખાબોચિયાને કિનારે મૂકેલો પાણી ભરેલો ચંબુ, એકાદ રોટીને ટુકડો, અને પથારી માટે થોડુંક પરાળ ! આ સ્થિતિમાં હલનચલન વિના કે શ્વાસોચ્છવાસ વિના ઍસમરાદા લગભગ વેદનામાત્ર પ્રત્યે અભાન થઈને જ પડી હતી. જ તે જાગતી પણ નહોતી કે ઊંઘતી પણ નહોતી, એમ જ કહેવું પડે. આ જગાએ જેમ દિવસ અને રાતને જુદા પાડવાનું શક્ય ન હોય, તેમ જ જાગ્રત અને સુષુપ્તને કે સ્વપ્નને યા વાસ્તવિકતાને પણ જુદાં પાડવાનું શકય ન હોય. તેનામાં કશી લાગણી, કશાં સાનભાન, કે વિચાર-ચિંતન મુદલ રહ્યાં નહોતાં. બહુમાં બહુ તો તેને સ્વપ્ન જેવું કંઈક રહ્યા કરતું, એમ જ કહી શકાય;- જેમાં ફેબસ, પેલી ઉગામેલી કિટાર, અદાલતનાં દૃશ્યો વગેરે ચાલું દેખાયા કરતું.
ધ-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org