________________
૧૮૮
ધર્માધ્યક્ષ આજે તે તમારે તમારી મુલાકાત પૂરી કરવા જવું જ રહ્યું.”
વાહ, સંકેતસ્થાને તરવાર અને સુંદરી બંને મળે તેના જેવું રૂડું એકેય નહિ; એટલે બેમાંથી એકેય જતી કરવી શા માટે ? તે પણ, તરવારની વાત ભલે કાલે!” એમ કહી તેણે પોતાની તલવાર મ્યાન કરી દીધી.
“તે બસ, તમારા સંકેતસ્થાને પહોંચી જાઓ!”
“અલબત્ત, મને તારી છાતી ચીરીને, અને ગટરમાં યોગ્ય જગાએ સુવાડી દઈને પછી જ મારી મીઠડીને મળવા જવાનું મન હતું. થોડું ઘણું મોડું થાય તે મીઠડીઓને એમ રાહ જોવરાવી થોડી રગરગાવીએ એ તો પ્રેમ-સને વધુ મીઠો બનાવવા જેવું જ થાય. પણ તું બહુ પ્રેમશૌર્યભર્યો માણસ લાગે છે, અને હું મારી મીઠડીને વખતસર મળવા જાઉં એની દરકાર મારા કરતાં તેને વધારે લાગે છે – તે બસ હું તારો આભાર માની જલદી ત્યાં જવા ઊપડી જાઉં છું – તારી સાથેનો તરવારનો હિસાબ ચૂકવવાનું ભલે કાલ ઉપર મુલતવી રાખીએ.” એમ કહી કેપ્ટન ફોબસ જવા તત્પર થયા, પણ પછી અચાનક કાન ખંજવાળતા બોલી ઊઠયા – “મા”ળું, મારી પાસે પેલી ડોકરીને કમરાના ભાડાના આપવા માટે પૈસા જ નથી; અને એ ડોકરી અગાઉથી પૈસા લીધા વિના ઘરમાં જ પેસવા દેતી નથી.”
“લો, તમારે જોઈતા ભાડાના પૈસા!” – એમ કહી પેલા જભાધારીએ એક મોટો સિકકો કેપ્ટનના હાથમાં સરકાવી દીધો.
“ કહેવું પડે, ઈશ્વરના સત્યના સોગંદ ! તમે એક ભારે સજજન માણસ છો.”
પણ એક જ શરત છે; મને તમારે ખાતરી કરાવવી પડશે કે, હું ખોટો છું અને તમે સાચા છે. હું એમ કહ્યું છે કે, જે છોકરી સાથે મુલાકાત ગોઠવી હોવાની વાત તમે કરી છે, એ જૂઠી વાત છે – કારણ કે, હું જાણું છું ત્યાં લગી તે એમ કોઈને મળવા જાય તેવી છે જ નહિ. એટલે તમે એ જ છોકરીને મળ્યા છે, એ ખાતરી હું મારી નજરે જોઈને કરી શકે એવી વ્યવસ્થા તમે કરી આપજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org