________________
સાત ગાળા સાથે ન બેલવી ! ફોબસ, તમે બહુ સારા છો - બહુ ઉદાર છો - બહુ સુંદર છો - હું તે એક અનાથ જિપ્સી છોકરી છું. મારાં માતપિતાની મને કશી ખબર નથી – છતાં તમે મને આટલો પ્રેમ કરો છો એથી મને બહુ બહુ આનંદ થાય છે – નાનપણથી મને એવો ખ્યાલ આવ્યા કરતો કે એક બહાદુર અફસર મને બચાવશે અને પ્રેમ કરશે. તમને નજરે જોયા તે પહેલેથી હું તમારાં જ સ્વપ્ન જોયા કરતી હતી. તમારું નામ પણ ફેબસ છે – કેવું સુંદર નામ છે – તમારી પાસે મોટી તલવાર છે – હું એ કાઢીને જોઉં? તમને એ કેવી સરસ શોભે છે!”
હા, હા, ઘેલી! લે જો !” એમ કહી ફોબસે માનમાંથી તલવાર કાઢીને તેના હાથમાં મૂકી.
પેલી જિપ્સી છોકરીએ તરત એ તલવારને પ્રેમથી બે હાથમાં લઈ, તેના ઉપર ચુંબન કર્યું અને કહ્યું, “તું એક બહાદુર માણસની તલવાર છે – મારા વહાલા કેપ્ટનની!”
પેલી તલવારને ચુંબન કરવા નીચી નમી, તેનો લાભ લઈ ફોબસે તેની સુંદર ડોક ઉપર એક ચુંબન કરી લીધું. પેલી શરમની મારી લાલ લાલ થઈ ગઈ. પેલી કોટડીમાં ભરાયેલા પાદરીએ દાંત કચકચાવ્યા.
" “ફોબસ, તમે હવે જરા ઊભા થઈને ચાલો જાઉં, જેથી તમારી પૂરી ઊંચાઈ હું જોઈ શકું તથા તમારી એડીઓનો અવાજ હું સાંભળી શકું. તમે કેવા બહાદુર, કેવા સુંદર છે !”
કંટન ખુશ થઈને ઊભા થયા, તથા જરા ઠપકાના સ્વરે બોલ્યા, ઘેલી, તેં મને કદી મારા સરકારી યુનિફૉર્મમાં જોયો છે?”
“ના રે ના !”
બસ, તે વખતે તે મને જોયો હોય તો ખરું!”
પછી ફોબસ ધીમે રહીને પેલી છોકરીની વધુ નજીક જઈને બેઠો. પલીનાં રૂંવેરૂંવાં ખડાં થઈ ગયાં. તેણે લાડથી કેપ્ટનના હોઠ ઉપર મેથી પોતાની આંગળી લગાડીને કહ્યું, “સાંભળે તો, પ્રિય, મને ચેસાચ કહી દો કે, તમે મને ખરેખર ચાહો છે?”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org