________________
ધર્માધ્યક્ષ
ફોબસ એકદમ ચિડાયા જેવા થઈને બોલી ઊઠયો— “ બસ, હ હું સમજી ગયા કે તું મને ચાહતી નથી.'
""
૧૯૪
“શું કહો છે!? કૅપ્ટન ફોબસ, હું તમને ચાહતી નથી, એમ ! મારું હૃદય તમારા એ શબ્દોથી કેવું ચિરાઈ જાય છે, એ તમે જાણો છે? તમારી આશાએ હું જીવી રહી છું. મારે મારી માને શું કરવી છે? તમે જ મારી મા છે – તમે જ મારા પ્રિય છે – સર્વસ્વ છેઃ - બસ ? હું તમારી જ છું, અને તમે જ મારું સર્વસ્વ સ્વીકારો; – હું હવે એ બધું તમને અર્પણ કરું છું; પણ મને પ્રેમથી વંચિત રાખવાન વાત કદી ન કરશે!! તે વિના હું જીવી શકીશ નહિ. અને તમારી વાત ખરી છે; ગટરોમાં રવડતી મારા જેવી અનાથ છોકરી કયે માઢે તમારી સાથે લગ્ન કરવાની વાત કરી શકે? મારા કુળનું કે માતપિતાનું કય ઠેકાણું જ છે? તમે માત્ર તમારો પ્રેમ જ મને અર્ધજો - એટલાથી ૧ મને શાંતિ થશે – તૃપ્તિ થશે ~ એટલાથી હું આખી દુનિયામાં મારું જાતને સૌ સ્રીઓ કરતાં વધુ ભાગ્યશાળી માનીશ – સુખી માનીશ. તમે તમારે છાજતી કુલીન સ્રી સાથે લગ્ન કરજો – પણ મને તમારી દાસું તરીકે તમારી સમક્ષ રાખજો. હું તમારી બંનેની સેવા ઉઠાવીશ ~ તમારું પ્રિય પત્નીની દાસી થવામાં પણ મને વિશેષ આનંદ આવશે. મા મને ચાહો – ખૂબ ચાહો – ખૂબ પ્રેમ કરજો, એટલે બસ !” આટલું કહી તેણે પાતે જ પાતાના બંને હાથ ફેોબસના ગળામાં નાખી દીધા.
-
ફોબસે પેાતાના ધગધગતા હોઠ તેના મધુર હોઠ ઉપર ચાંપં દીધા, અને તેને પેાતાના શરીર સાથે ભીડી દીધી.
તે જ વખતે અચાનક તેની સામે આવેલા એક વિકરાળ રહે તેની નજરે પડયો. પેલા જમાાધારી પેાતાને કટારવાળા હાથ ઉગામી તેન છુપાવાની જગામાંથી બહાર ધસી આવ્યા હતા. તેની કટાર તરત ફોબસન શરીરમાં ઊંડે ઊતરી ગઈ અને લેાહીથી નીતરતી પાછી ખેંચાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org