________________
સાત ગાળા સાથે ન મેાલવી !
૧૯૫
કપ્ટન તરત એક ભયંકર ગાળ ઉચ્ચારી જમીન ઉપર તૂટી પડયો. પેલી પણ બેભાન થઈ ગઈ.
પણ જયારે તે બેભાન અવસ્થામાં પ્રવેશ કરતી હતી, ત્યારે તેને લાગ્યું કે, જલ્લાદના ડામ કરતાં પણ વધુ ઉષ્ણ ચુંબન કોઈએ તેના હોઠ ઉપર કર્યું હતું.
જયારે તે ભાનમાં આવી, ત્યારે રાતના પહેરેગીર સૈનિકો આસપાસ ઘેરો વળીને ઊભા હતા. તેઓએ લેાહીલુહાણ કૅપ્ટનને ઉપાડીને બહાર લીધા. પેલા પાદરી અલેપ થઈ ગયા હતા. તેના ઘાલકાની એક મારી જે નદી તરફ પડતી હતી, તે ફટાબાર ઉઘાડી પડી હતી. સૈનિકોએ જમીન ઉપર પડેલા એક જભ્ભા કૅપ્ટન ફોબસને જ અંધારપછેડા માટેના માની ઉપાડી લીધા. તેઓ આપસઆપસમાં ગુસપુસ કરતા હતા— ‘ આ જાદુગરણીએ કેપ્ટનનું કટાર વડે ખૂન કર્યું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org