________________
૧૯૨
ધર્માધ્યક્ષ - “મારા જીવન, મારા પ્રાણ, તું શું મને એમ પૂછે છે કે તને ચાહું છું? હું તને ચાહું છું, એટલું જ નહિ પણ, મેં બીયા કોઈને કદી ચાહી નથી.”
કેપ્ટને એટલી બધી સ્ત્રીઓ સમક્ષ એ વાકય ઉચ્ચાયું હતું તે વાક્ય બોલવામાં તેમની જીભ લીસી થઈ ગઈ હતી.
પેલી તો કેપ્ટનના મોંના આ શબ્દો સાંભળતાં જ પ્રેમથી અને આ દથી ધ્રૂજી ઊઠીને બોલી, “હાયરે, આ ક્ષણે તો માણસે મરી જ જો જોઈએ ! આ આનંદ જીરવી શી રીતે શકાય ?”
ફોબસે એ ક્ષણને વધુ એક ચુંબન કરી લેવા માટે યોગ્ય ત. માની. પણ આર્ચ-ડીકન તે એ જોઈ તેની બેડમાં રહ્યાં રહ્યાં સમસમી ઊડ્યો.
વાહ, તું આ પરમ સુખની ક્ષણે મરવાની વાત શા માટે કરે છે તું મને ચાહે છે, અને હું તને ચાહું છું, હવે શું બાકી રહે છે? હું તને આખી દુનિયામાં સુખીમાં સુખી પ્રાણી કરી મૂકીશ. તને હું સુંદર મકાનમાં રાખીશ, અને પછી તારી બારી નીચેથી મારી ટુકડીને બધા બાણાવળી - સૈનિકોને તેમનાં બધાં છોગાં સાથે પરેડ કરાવીશ અરે, જ્યારે ૮૦ હજાર સૈનિકોની તથા ૩૦ હજાર બખ્તરધારીઓની ધજા-પતાકા સાથે ગ્રાન્ડ-પરેડ થશે, ત્યારે તે જોવા હું તને ત્યાં લઈ જઈશ. અરે રાજાજીના મહેલના સિહો જાવા પણ હું તને લઈ જઈશ નું બધી સ્ત્રીઓને એ જોવા બહુ ગમે છે. તને હું ખુશ ખુશ કરી મૂકીશ.' એટલું કહી ફોબસે હવે તેની કમરનો પટ્ટો છોડવા માંડ્યો.
“આ શું કરે છે?” પેલી એકદમ ચેકીને બોલી ઊઠી.
કશું નહિ; હું એમ કહેવા માગતો હતો કે, મારી સાથે રહેવા આવશે એટલે તારે આ પટ્ટા અને બીજો બધો શેરીમાં નાચવાને પોશાક કાઢી નાખવો પડશે.”
તમારી સાથે રહ્યું ત્યારે! આહા! કેટલી બધી સુખની વાત છે કહો છો, પ્રિય!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org