________________
સાત ગાળે સાથે ન બેલવી!
૧૮૯ “અરે, મને તો બધું સરખું જ છે! જે કમરામાં હું તેને મળવાનો છું તેની પાસે એક ઘોલકું છે; તેમાં હું તમને પહેલેથી છુપાવી દઈશ, જેથી તમે બધું જ નજરે જોઈ શકશે. અલબત્ત, તમારે એટલો વખત એ ઘોલકામાં અંદર પુરાઈ રહેવું પડશે, અલબત્ત, નદી તરફ તેને એક બારી જેવું છે ખરું; પણ તે બંધ હોય છે.”
“આવતી કાલે જે વસ્તુની સચ્ચાઈ – જુઠ્ઠાઈ બાબત મારે તમારી સાથે જીવન-મરણનું યુદ્ધ લડવાનું છે, તેની મને આજે ખાતરી થઈ જાય એ માટે કે તમારે માટે લાભની વાત ગણાયને?”
બસ, તો ચાલો, વાર શી છે? હું પહેલાં જ તમને તમારે સંતાવાને ઠેકાણે મૂકીને, પછી પેલી છોકરીને તેડવા જઈશ!”
પ્ટન ફેબસે પેલા જમ્ભાધારી સાથે ડોસીના પાંજરામાં આવી. ઉપરની ઓરડીના ભાડા પેટે ડોસીના હાથમાં એક ક્રાઉન-સિક્કો પકડાવી દીધો. અંદર બધું ગોજાં-ગોબરું હતું. એક ગંદું છોકરું એક ખૂણામાં રાખના ઢગલામાં રમતું હતું. ડેસીએ પરિચિત ઘરાક જાણી, કશી વિશેષ પૂછપરછ ન કરી. તેણે તરત એ સિક્કો ગલ્લાના ખાનામાં મૂકી દીધો અને પેલાઓ સાથે ઓરડી ઉઘાડી આપવા તે ઉપર ગઈ.
પેલા છોકરાએ ડોસીને ઉપર ગયેલી જોઈ કે તરત ઊઠીને ટેબલના ખાનામાંથી પેલો સિકકો કાઢી લીધો અને તેની જગાએ લાકડાના ફાચરા ઉપરથી તેડી લીધેલું એક સૂકું પાન મૂકી દીધું.
ડોસીએ ઉપર જઈ ટેબલ ઉપર મીણબત્તી ગોઠવવા માંડી, એટલામાં ફોબસે પેલા જમ્ભાધારીને બાજુના ઘોલકામાં પેસાડી દઈ, બારણું બંધ કરી દીધું; પછી તે પોતે ડોસી સાથે દાદર ઊતરી, પેલી જિપ્સી-કન્યાને તેડી લાવવા બહાર ચાલ્યો ગયો.
પાએક કલાક પછી પેલાં બે જણ દાદર ચડતાં હોય એવો અવાજ આવ્યો. કલૉદ ફૉલો પેલા ઘોલકામાં ઊભે ઊભો ઘૂજી ઊઠ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org