________________
સાત ગાળે સાથે ન બેલવી! ૧૮૭ ચાંદીથી મઢેલો જૂસ છે : હું આ કૉલેજમાં જ ભણ્યો હોઈ, મને બધી ખબર છે; એટલે તે તરફ જ હાથ કે નસીબ અજમાવો!”
“કેપ્ટન ફોબસ દ શેતાપર! પેલા એળાએ જવાબમાં કહ્યું. “હે? તમે મારું નામ જાણો છો, શું?”
“નામ જ નહિ; તમારે અત્યારે સાત વાગ્યે એક મુલાકાત છે. એ પણ હું જાણું છું.”
“ફલૉદેલવાળા ખાંજરામાં.” “સેતાનનાં શીંગડાં જેવી સાચી વાત.” “ એક સ્ત્રી સાથે.” હું કબૂલ કરું છું.”
જેનું નામ –” “લા એસ્મરાદા છે! ” ફેબસે જ પૂર્તિ કરી આપી.
પણ એટલું બોલતાંની સાથે જ પેલા ઓળાએ કૅપ્ટનનો હાથ સખત રીતે પકડીને કહ્યું, “કેપ્ટન ફેબસ શૈતાપર, તમે જૂઠું બોલો છો !”
કૅપ્ટન ફોબસે તરત તરવાર ખેંચીને ગુસ્સાથી ધમધમી જઈને કહ્યું, “ચાલ ! તારી તલવાર કાઢીને અબઘડી જ તૈયાર થઈ જા! કેપ્ટન ફેબસ જૂઠું બોલે છે, એમ કહેવાની કોઈની મગદૂર નથી. તે મારા ઉપર એ આક્ષેપ મૂક્યો છે, અને મારે તારા લોહીથી એ આક્ષેપ ધોઈ કાઢવો પડશે!”
પણ પેલા ઓળાએ જરા પણ હિલચાલ કર્યા વિના એટલું જ કહ્યું, “પણ કેપ્ટન તમારે અત્યારે પેલી મુલાકાતનો સંકેત પાળવાનો છે, એ કેમ ભૂલી જાઓ છો?”
કંટને તરત દ્વિધામાં પડી જઈ, પોતાની તરવારની અણી જમીન તરફ નમાવી દીધી. - “કેપ્ટન, કાલે, અથવા પરમ દિવસે, કે મહિના પછી – અર. દશ વર્ષ પછી – ગમે ત્યારે હું તમારું ગળું કાપવા તૈયાર છું. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org