________________
૧૭૦
ધર્માચક્ષ ત્યાં દેવો આનંદ પામે છે, અને જયાં સ્ત્રીઓની અવજ્ઞા થાય છે, ત્યાં ઈશ્વરની પ્રાર્થના નકામી બની જાય છે. સ્ત્રીનું મુખ હંમેશ પવિત્ર છે: વહેતા પાણીના પ્રવાહ જેવું કે સૂર્યકિરણ જેવું. સ્ત્રીનું નામ મધુર, કર્ણપ્રિય તથા કલ્પનામય હોવું જોઈએ, તથા તેને છેડે દીર્ધસ્વર આવવો જાઈએ. હા, એ ઋષિનું કહેવું સારું છે- મૅરિયા, સોફિયા ... સમરાદા - અરે, એ કમબખ્ત નામ કયાંથી યાદ આવ્યું? સત્યાનાશ !”
અને તેમણે ચોપડીને જોરથી બંધ કરી દીધી.
તેમણે પોતાની ભમર ઉપર હાથ ફેરવ્યો, જાણે અચાનક ફુરી આવેલો દુષ્ટ વિચાર ખંખેરી કાઢવો હોય ! પછી તેમણે ટેબલમાંથી એક ખીલ કાઢયો અને એક હથોડો. પછી કડવાશભર્યા અવાજે તે બોલ્યા
“છેલ્લા કેટલાક સમયથી મારા બધા પ્રયોગો નિષ્ફળ જાય છે. આ એક જ વિચાર વારંવાર મારા મગજમાં ઘોળાયા કરે છે, અને તપાવેલા સળિયાની પેઠે ડામ્યા કરે છે. મારે કૅસિયોડોરોએ વર્ણવેલ તેલ કે દિવેટ વગરનો દીવો શોધી કાઢવો હતો, તે પણ મારાથી શોધી ન કઢાયો – જોકે, એ કેટલી બધી સહેલી બાબત છે? અને એ બધી નિષ્ફળતાનું કારણ પેલો એક જ દુવિચાર છે! ગમે તેવો માણસ પણ
એમ તો ગાંડો થઈ જાય! નિકોલસ ફલૅમેલ પોતાને મહા-પ્રયોગ કરતો હતો ત્યારે કલોંદ પનેલ ગમે તેટલાં ફાંફાં મારી ગઈ, પણ તેને જરાય વિચલિત કરી શકી નહોતી. પણ મારા હાથમાં એઝેકિલને જાદુઈ હથોડો જ છે! એ ઋષિ પોતાની કોટડીમાં બેસી એ હથોડા વડે ખીલા ઉપર જે ઘા કરે, તે તેમને શા બે હજાર ગાઉ દૂર પડયો હોય તે પણ તેના માથા ઉપર વાગે, અને એ માણસ જમીનમાં એક કબિટ * જેટલો ઊંડે ઊતરી જાય અને પૃથ્વી તેને ગળી જાય. એ હથોડો અને ખીલ તો મારા હાથમાં છે, પણ જે જાદુઈ શબ્દ બાલીન એ હથોડો ઠોકવો જોઈએ, એ શબ્દ હું જાણતો નથી. પણ આજે તો જે કેટલાક મંત્ર
છે કેણીથી માંડીને વચલી આંગળીના ટેરવા જેટલા અંતરનું પ્રાચીન માયઃ અઢારથી બાવીસ ઇંચ જેટલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org