________________
ધર્માધ્યક્ષ | ગમે તેમ પણ તે એટલું સમજી ગયો કે, તે પોતે પોતાની ભાઈના કોઈ ગુપ્ત મનોમંથનનો સાક્ષી થયો છે. પોતાના ભાઈ એસમરાદા તથા ફોબસ નામની વ્યક્તિઓ અંગે કંઈ પંચાત છે; પોતે તેમની એ બધી અજાણતાં ઉચ્ચારેલી વાત સાંભળી ગયો છે એવું તે જાણશે, તે પોતાની ઉપર ગુસ્સે થઈ, પોતાને એક પૈસો પણ નહિ પરખાવે! એવું સમજી જઈ, તેણે તરત બારણું બંધ કરી દીધું અને થેડો પાછો જઈ, અબઘડી જ દાદર ચડીને આવ્યો હોય એમ પગલાંને ધબધબાટ કરતો બારણા પાસે પાછો આવ્યો.
અંદર આવો; તમે આવવાના છે એમ માની, મેં બારણામાં જ ચાવી રાખી મૂકી છે. આવો જાક મહાશય.”
પણ એ “જાક મહાશયને બદલે જૉન ફૉલો જ અંદર દાખલ થયો. તેને જોઈ આર્ચ-ડીકન બોલી ઊઠ્યા: “તું આવ્યો છે, જેહાં?” . “તમે જેની રાહ જોઈ રહ્યા છો, અને હું જે આવ્યો તે બંનેની નામનો પહેલો અક્ષર “જ” છે, એટલે વાંધો નહિ ભાઈ !”
“અહીં કેમ પધારવું થયું છે?”
“મારે તમારા થોડા ધર્મોપદેશની જરૂર છે; અને થોડા પૈસાની પણ !”
“સાહેબ, મને તમારા વર્તનથી ઘણો ઘણો અસંતોષ છે. મને ઘણી ફરિયાદો મળી છે. તમે નાના વાઈકાઉંટ આલ્બર્ટ દ રેશેપને શા માટે ધોકાથી માર્યો?”
અરે એ તે કંઈ ફરિયાદ છે? એ ગોલો ઘોડા ઉપર બેસી કાદવ ઉછાળી બધા વિદ્યાર્થીઓનાં કપડાં બગાડતો હતો.”
અને મ0 ફ0 નું ગાઉન તમે ચીરી નાખ્યું, તેનું શું? લૅટિનું ભાષામાં એ અપરાધને “ટયુનિસમ દેશિવેરંટ' કહે છે, એ ખબર છે? પણ આજકલ લૉટિન કોણ ભણે છે? અને છતાં કહેવાય વિદ્યાથી લૅટિન, સિરિયાક એ ભાષાઓ તે જાણે દુનિયામાં છે જ નહિ! અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org