________________
૧૫૬
ધર્માધ્યક્ષ ડાકણ! જાદુગરણી!” પણ તેના અંતરમાં તો “શૉકય’ શબ્દ જ સંભળાતો હતો અને તે બેભાન થઈને નીચે ગબડી પડી.
સૌ હલ્લો મચાવતાં એને બીજા ઓરડામાં ઊંચકી ગયાં. પેલી 'જિપ્સી-કન્યા પણ જલદી જલદી પેલાં ચકતાં ઝોળીમાં ભરી લઈ, બકરી સાથે મકાન બહાર ચાલી ગઈ.
કેપ્ટન ફલર-દ-લી પાછળ જવું કે જિપ્સી-કન્યાની પાછળ જવું એની ગડભાંજમાં થોડાક થોભી, છેવટે જિપ્સી-કન્યાની પાછળ જ ચાલી નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org