________________
૧૬૦
ધર્માધ્યક્ષ ગ્રિગોરે દયામણા અવાજે કહ્યું, “મહાશય, બધો મારા ફાટી ગયેલા કોટનો વાંક છે! તેણે એનાં બાકોરાં વડે મારી ટાઢ ખાળવાની ના પાડી, અને સંસ્કૃતિ હજુ આગળ વધતી વધતી પ્રાચીન ડાયોજિનિસ ઋષિની દિગંબર રહેવાની કક્ષાએ આવી ન હોવાથી, મને આ વિદૂષકનો જ ઓઢવા મળ્યો કે તરત મેં નછૂટકે સ્વીકારી લીધું.”
“બહુ સારો ધંધો પસંદ કર્યો; કહેવું પડે!”
શું કરું, મહાશય? મેં ઉત્સાહપૂર્વક જે ધર્મ-નાટ્ય તૈયાર કર્યું હતું, તેને માટે મને એક ત્રાંબિયો પણ મહેનતાણાનો ન મળે. અને મારાં જડબાં ચાવવાનું તો માગતાં જ હતાં – એટલે મેં તેમને શિક્ષા કરી કે, તો પછી તમે જ કામકાજ કરીને ચાવવાનું કમાઓ! મારાં જડબાં ભારે તાકાતવાળા છે, તે તે મેં એમના વડે બિલાડી સમેત જે ખુરશી ઊંચકી હતી, તે ઉપરથી જ આપે જોયું હશે.”
પણ પાયેરી મહાશય, તમે આ જિપ્સી-નર્તિકાની પંડળીમાં શી રીતે જોડાયા?” '
બીજું કશું જ કારણ નથી; તે મારી પત્ની છે, અને હું તેને પતિ છું! એટલે આમેય અમે જોડાયેલાં જ કહેવાઈએ ને?”
ધર્માધ્યક્ષની ઘેરી આંખમાંથી આગ ભભૂકવા લાગી.
“કમભાગી માણસ! તે એ જિપ્સી-કન્યા સાથે સહવાસ કર્યો એમ? તું એટલી બધી અધોગતિએ પહોંચી ગયો, શું?”
ગ્રિન્ગાર ધર્માધ્યક્ષની આગથી જાણે સેકાઈ ગયો હોય એમ ડરતા ડરતે બોલ્યો, “માઁ સિન્યોર, ક્ષમા કરો. જો તમને એ બાબતને જ વાંધો લાગતો હોય, તો એ વસ્તુ હજુ મેં નથી કરી.”
પણ હમણાં તો તું બોલ્યો કે, તું પતિ છે અને તે તારી પત્ન
છે. "
ગ્રિગેરે ટૂંકમાં પોતાની તે દિવસની અને રાતની આખી આપે વીતી કહી સંભળાવી; તથા છેવટે ઘડો ફોડી કેવી રીતે લગ્ન થયું વસ્લની રાતે પેલીએ કટાર કાઢી તેને કેવી રીતે દૂર રાખ્યો, તથા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org