________________
૧૧
ઘંટ
પિલરી ઉપર ચડાવ્યાના દિવસથી નોત્રદામ મંદિરની આસપાસ રહેતા લોકોના લક્ષ ઉપર એક વાત આવી હતી કે, કસીમૉદનો ઘંટ વગાડવાનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. પહેલાં તો હર વખત ઘંટ વાગ્યા જ કરતા – દરેક વિધિ વખતે, દરેક પ્રસંગે આખું નોત્રદામ મંદિર વાગતા દાંથી હંમેશાં ગાજતું – રણકતું – જાગતું જ રહેતું.
પણ હવે જાણે આખા મંદિરમાંથી જીવ ચાલ્યો ગયો હોય એમ લાગતું હતું. ઉત્સવ વખતે કે સ્મશાનયાત્રા વખતે રોજનો ચાલુ જે ટા-નાદ થવો જોઈએ તે જ થતો : પહેલાં જે ઉમંગપૂર્વક બીજા ઘંટને સાથે તેમાં ભળતે, તે હવે ચૂપ થઈ ગયો હતો. જાણે શિખરોમાં રહેતો મંદિરનો સંગીતાત્મા અચાનક અલોપ થઈ ગયો હતો.
કસીમૉદો જોકે હજુ ત્યાં જ રહેતો હતો. તે પછી તેને શું થઈ ગયું હતું? પિલરી ઉપર થયેલી સજાની નામોશી અને ડંખ તેના અંતરને કોરી ખાતાં હતાં ? કે મંદિરની મુખ્ય દાંટા – મૅરી, અને તેની બીજી ચૌદ બહેનો કરતાં કસીમૉદોના અંતરમાં વધુ સુંદર, મનોરમ અને જીવંત અવી બીજી કોઈ નારીએ સ્થાન મેળવ્યું હતું?
તા. ૨૫મી માર્ચ, ૧૪૮૨નો દિવસ હતો. આજે કોણ જાણે શાથી કસીમાઁદોમાં દાંટ વગાડવાનો ઉત્સાહ જાગ્યો હતો. તેથી તે ઓતRાતા ટાવર ઉપર ચડયો, અને તેમાંની છયે દાંટાઓને પહેલાંના ઉત્સાહથી
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org