________________
પાણીના ટીપાના બદલામાં આંસુ ૧૪૩ દીધું – જાણે મરી ગયો હોય એમ. પછીથી ફટકા પૂરા થતાં સુધી તે જરાય હાલ્યો નહિ – જો કે, ચાબખા મારનાર તો વધુ જુસ્સામાં આવતો જઈ, વધુ જોરથી ચાબખા ફટકારવા લાગ્યો, અને લોહી પણ વધુ ઊડવા લાગ્યું.
છેવટે કાળા ઘોડા ઉપર પગથિયાં પાસે ઊભેલા અધિકારીએ સજા પૂરી થયાની જાહેરાત કરી, ત્યારે પેલો ફટકા મારનારો થોભો. સાથે સાથે પિલરી પણ ફરતી બંધ થઈ.
તરત જ ફટકા મારનારના બે મદદનીશે ઉપર આવ્યા; તેમણે કસીમૉદોનો લોહીલુહાણ થયેલો ખભે અને પીઠ કશાકથી ધોઈ કાઢયાં. તેમના ઉપર કંઈક મલમ જેવું ચોપડ્યું અને પછી લૂગડાનો એક કટકો ઢાંકી દીધો.
પરંતુ હજુ શ્રીમાન ફલૉરિયન બાર્બોદિએ ઉમેરેલી, એક કલાક પિલરી ઉપર જ બાંધી રાખવાની સજા ભોગવવાની બાકી રહેતી હતી. એટલે કલાક-શીશીને ઉલટાવી દેવામાં આવી, અને કસીમૉદોને પિલરી ઉપર બાંધેલી હાલતમાં જ મૂકી રાખવામાં આવ્યો. પણ લોકોમાં હવે જાણે પેલા ચાબુકવાળા અધિકારીને જુસ્સો સંક્રાંત થયો હોય તેમ તે કસીમૉદોના મોં સામે વિવિધ ચાળા કરવા લાગ્યા, અને તેના ઉપર હાથ માં જે આવ્યું તે છૂટું ફેંકવા લાગ્યા. તેમણે નાખેલા પથરા કસીમૉદોને લમણામાં કે બીજે કંઈ વાગતા, ત્યારે લોકો ખડખડાટ હસી પડતા.
કસીમૉદો શરૂઆતમાં તો શાંત રહ્યો; પણ પછી તેણે લોકોને ડરાવવા પોતાના વિકરાળ મોંઢાથી ઘરકિયાં અને છાંછિયાં કરવાનાં શરૂ કર્યા; તથા બંધ તેડી, છૂટો થઈ, લોકો ઉપર કૂદી પડે એવું જોર કરવા માંડયું. પણ તેના બંધ એવા સખત હતા કે, લોકો ઊલટા તેના પ્રયત્નથી વધુ ને વધુ હસવા લાગ્યા અને વધુ ને વધુ પથરા મારવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org