________________
પાણીના ટીપાના બદલામાં આંસુ ૧૪૫ રહ્યા હતા. પુસેપએ ગટરના પાણીમાં વાદળી પલાળી લાવી, “લે પી” કહી તેના મોં ઉપર છૂટી ફેંકી; અને બૂમ પાડીને કહ્યું, “બદમાશ, તે મને ઉછાળીને ફેંકયો હતો તેને આ બદલે!”
બીજી એક બાઈએ પથરો છૂટો મારીને બૂમ પાડી, “રાતે તારા ઘંટ પછાડી અમને નિંદરમાંથી જગાડે છે તેને આ બદલો !”
એક લંગડાએ નીચે ઊભા ઊભા પોતાની ઘોડી તેના તરફ વઝીને કહ્યું, “અક્કરમી, નોટદામ મંદિરનાં શિખરો ઉપરથી મંતર-તંતર કરી અમને અપંગ બનાવે છે, તેનો લે બદલો !”
એક જણાએ ફૂટેલા ઘડાનું કલાર્ડ તેના ઉપર ફેંકીને કહ્યું, “તારા જાદુ-ટોણાથી મારી બૈયરને બે-માથાળું છોકરું જમ્મુ, તેને લે બદલે!”
એક બુઠ્ઠી સ્ત્રીએ નળિયાનો ટુકડો તેના મોં ઉપર ફેંકીને બૂમ પાડી, “મારી બિલાડી છ નહોરવાળા પંજા સાથે જન્મી, તેને લે બદલો !”
કસીમૉદેએ ફરીથી “પાણી! પાણી!' એવી કરુણ ત્રાડ નાખી.
તે ઘડીએ લોકોના ટોળામાં અચાનક ભંગાણ પડ્યું. વિચિત્ર વેશધારી એક છોકરી સોનેરી શીંગડીઓવાળી એક સફેદ બકરી સાથે ટોળે વીંધતી આગળ નીકળી આવી. તેના હાથમાં તંબૂરી હતી.
કસીમૉદોની આંખો ચમકી ઊઠી. એ છોકરીને ઉપાડી જવાના ગુનાસર જ તેને આ સજા થઈ હતી. તેને ખાતરી થઈ ગઈ કે, એ છોકરી પણ બીજાઓની જેમ તેને પથરો બથરો મારીને સખત બદલો લેશે.
પેલી ઝટપટ પિલરીના દાદરનાં પગથિયાં ચડવા લાગી. કસીમૉ ગુસ્સાથી ધમધમી ગયો. ઓહ! આ તો દાદર ચડી, નજીક આવીને તેને પ્રહાર કરવા માગે છે!
પેલી કાંઈ બોલ્યા વિના તેની પાસે પહોંચી; પછી પોતાની કમરેથી તૂમડી છોડીને તેણે ધીમેથી કસીમૉદોના મોંએ લગાડી.
ધ-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org