________________
પિતાની ગુપ્ત વાત બકરીને સેંપવામાં જોખમ ૧૪ પુત્રીઓને પૅરીસ નગરમાં પોતાનાં સગાંવહાલાંને ત્યાં મેકલી આપી હતી.
ઓરડાના સાજ-શણગાર ઉપરથી લાગતું હતું કે આ મકાન નાઇટ બેરોનેટની પત્નીનું કે વિધવાનું છે. વસ્તુતાયે પણ એ મકાન રાજાજીના બાણાવળીએના સરદારની વિધવાનું જ હતું. લેડી ગોન્ડલૉરિયેરની ઉંમર તે વખતે પંચાવન વર્ષની હશે. અત્યારે તેમની પાસે એક લશ્કરી જુવાનિયો ઊભો હતો. એનો દેખાવ ફટડો તથા રૂઆબદાર હતો – જેની બાબતમાં બધી સુંદર સ્ત્રીઓ હંમેશાં પ્રશંસાભાવ જ દાખવે, પણ વિવેકી ગંભીર પુરુષો જેને જોઈ ડોકું જ ધુણાવે! એ જુવાનિયો મેડમનો કુટુંબી હતો અને તેમણે તેને પોતાની સુપુત્રી ફલર-દલી માટે પસંદ કર્યો હતો. તે બે જણાં એક બીજાની વધુ નજીક આવે તે માટે તેમના પ્રયત્નો કયારના જારી થઈ ગયા હતા.
પરંતુ, ફેબસ દ શેતપરને ફલર-દ-લી તરફ ખાસ આકર્ષણ ઊભું થયું હોય તેમ લાગતું ન હતું. તે પોતે બહુ ચંચળ પ્રકૃતિને ઉછાંછળો જુવાનિયો હતો, અને સારા ખાનદાનનો હોવા છતાં પહેલેથી લશ્કરી બરાકોથી જ ટેવાયો હોઈ, રીતભાત, વર્તન, શેખ વગેરે બાબતમાં છેક જ રદ્દી બની ગયો હતો. દારૂના બાર આગળ બેસી સ્કૂલ મશ્કરીઓ અને ટોળટપા કર્યા કરવા, તથા હલકી સ્ત્રીઓ સાથેના સંબંધોનાં તથા વ્યવહારનાં બણગાં ફૂંકયા કરવાં – એ જ તેને માટે સ્વાભાવિક વસ્તુઓ હતી. એટલે ખાનદાન કુટુંબમાં તેને થોડો વખત શિષ્ટતાથી ગાળવો પડે, તો તે તેને માટે ભારે કંટાળાની વસ્તુ બની રહેતી.
એટલે આજે પણ પોતાને ફાંદવાના મા-દીકરીના પ્રયત્નોથી તે છેક જ વાર આવી ગયો હતો. દરમ્યાન કંઈક અજુગતું પોતાનાથી બોલી ન બેસાય એની તેને ફિકર રહ્યા કરતી. તેવામાં અચાનક નાની શું પ. શૈવિયેર કે જે ઝરૂખાને કઠેર પકડી બહાર ચકલા તરફ નજર નાખી રહી હતી, તે બોલી ઊઠી, “અરે ગૉડ-મમ્મા ફલર-દ-લી, જુઓ પેલી ના ચનારી તંબૂરી વગાડીને કેવું સુંદર નાચે છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org