________________
પેાતાની ગુપ્ત વાત બકરીને સોંપવામાં જોખમ
૧૧૩
જિપ્સી-કન્યાને તેમનાં આ દ્વેષ-બાણ નહાતાં વાગતાં એમ નહીં. કોઈ વખત તેના ચહેરા ગુસ્સાથી લાલ લાલ પણ થઈ જતા, તથા પેાતાની ટેવ પ્રમાણે અવજ્ઞા બતાવવા તે પેાતાના નીચલા હાઠ લાંબા કરવા પણ જતી. પરંતુ તે કશું બેલ્યા-કર્યા વિના જડ સડ થઈને ઊભી જ રહી, અને અવારનવાર કેપ્ટન ફોબસ ઉપર મધુર, ખિન્ન અવશપણાની નજર નાખવા લાગી. જાણે તેની હાજરીમાંથી હાંકી ન કાઢે તે માટે જ તે એ બધું જાણી જોઈને સહન કરી રહી હતી. ફોબસ પરિસ્થિતિ સમજી ગયો; તેણે તેના પ્રત્યે દયા તથા પેલી ફૂટડીઓ પ્રત્યે અવજ્ઞાને ભાવ દર્શાવતાં કહ્યું –
તથા
.
મારી મીઠડી, એ લોકોને બાલવા દે, જે બાલવું હોય તે; તારો પોશાક જરા ગામઠી કહેવાય ખરો; પરંતુ તારા જેવી ફૂટડી છોકરીને પોશાકથી સુંદર દેખાવું પડતું હોય તે ને ?”
બાપરે! રાજાજીના બાણાવળીએ ચમકતી જિપ્સી આંખોથી ઝટ વીંધાઈ જતા લાગે છે, કંઈ!” એક સુકન્યા પેાતાની હંસલા જેવી ડોક લાંબી કરીને બાલી ઊઠી.
66
b.
“ અને કેમ વીંધાઈ ન જાય? ” ફોબસે પૂછ્યું. આ પ્રશ્નના જવાબમાં બધી સુંદરીઓ હસી પડી; જોકે, લર-દ-લીની આંખમાં એક આંસુ પણ અજાણતાં આવી રહ્યું.
અત્યાર સુધી નીચું માથું કરી રહેલી પેલી જિપ્સી-કન્યાએ આનંદ અને અભિમાન સાથે ફોબસ સામું મેમાં ઊંચું કરીને હવે જાયું.
66
પણ એટલામાં પેલાં બુઢ્ઢા બાનુ ચિત્કાર કરી ઊઠયાં – અરે, માતાજી બચાવે મને! આ કયું જંગલી પ્રાણી મારાં કપડાંમાં અટવાયું છે, જે ? ”
અને ખરે જ, તે ઘડીએ પેલી જિપ્સી-કન્યાની બકરી, પેાતાની માલિકણને શેાધતી ઉપર દોડી આવી હતી. પણ વચમાં બુઠ્ઠાં આલાઈ બાનુના બહેાળા વિખરાયેલા પેાશાકમાં તેનાં શીંગડાં ભરાઈ જતાં, તે છૂટી થવા કૂદાકૂદ કરવા લાગી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org